For Quick Alerts
For Daily Alerts
વાયુ પ્રદૂષણ બાળકો માટે છે સૌથી વધુ ઘાતક, WHOએ જણાવ્યુ થઈ શકે છે અસ્થમાની બિમારી
નવી દિલ્લીઃ હાલમાં દેશના મોટાભાગના મોટા શહેરો પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. દિવાળી બાદ ઘણા મેટ્રો સિટીઝમાં એર ક્વૉલિટી ઈંડેક્સ ખૂબ ઝડપથી વધ્યો છે. રાજધાની દિલ્લીમાં AQI ગંભીર શ્રેણીમાં છે. આમ તો હાલમાં ઝેરી હવામાં શ્વાસ લેવાનુ દરેક વ્યક્તિ માટે નુકશાનકારક છે પરંતુ ખાસ કરીને બાળકો માટે દમ ઘૂંટાવતી હવામાં શ્વાસ લેવુ જાનલેવા સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, હિંદુસ્તાન ટાઈમ્સના એક સમાચાર મુજબ યુનિસેફ અને વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના એક્સપર્ટનુ એ કહેવુ છે કે દૂષિત હવામાં જોવા મળતા પ્રદૂષિત કણ યુવાનોના મુકાબલે બાળકોને વધુ નુકશાન કરે છે. આ કણો બાળકોને શરીર પર વધુ હુમલો કરે છે.
પ્રદૂષિત હવામાં શ્વાસ લેતા બાળકોને થઈ શકે છે આ મુશ્કેલીઓ
- યુનિસેફ અને ડબ્લ્યુએચઓના એક્સપર્ટે ઘણા આંતરરાષ્ટ્રીય નિગમોની સ્ટડીના હવાલાથી એ જણાવ્યુ છે કે જે બાળકો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, તેમના શરૂરનો વિકાસ સારી રીતે નથી થઈ શકતો.
- WHOનુ માનવુ છે કે પ્રદૂષિત હવાના દૂષિત કણ નાના બાળકો(ખાસ કરીને નવજાત)ને ફેફસા પર ગંભીર અસર કરે છે. જે બાળકો દૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે, બની શકે કે જ્યાં સુધી તે એડલ્ટ થાય ત્યાં સુધીમાં તેમના ફેફસા કામ કરવાનુ બંધ કરી દે. ફેફસા નબળા થવાના કારણે બાળકોના મોટા થવા પર અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે. વૈશ્વિક આરોગ્ય નિગમની 2018ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ 93 ટકા બાળકો, જેમની ઉંમર 15 વર્ષથી ઓછી છે, તે ઝેરી હવામાં શ્વાસ લે છે.
- પ્રદૂષિત હવામાં વર્તમાન પીએમ 2.5 કણ બાળકોના શરીરમાં ફેફસા સુધી પહોંચે છે તો તે બાળકોના બ્રેઈન અને આંખોને પણ પ્રભાવિત કરી શકે છે.
- તમને જણાવી દઈએ કે યુવાનો કે કિશોરોની સરખામણીમાં બાળકો વધુ શ્વાસ લે છે. એક યુવા વ્યક્તિ 1 મિનિટમાં 12થી 18 વાર શ્વાસ લે છે, જ્યારે એ એક મિનિટમાં 20થી 30 વાર શ્વાસ લે છે. એવામાં વાયુમાં હાજર દૂષિત કણ શ્વાસ દ્વારા બાળકોના ફેફસા સુધી પહોંચે છે. યૂનિસેફ અનુસાર ઝેરી હવાના કારણે ભારત સહિત દક્ષિણ એશિયામાં દર વર્ષે લગભગ 130,000 બાળકોના મોત થઈ જાય છે.
Comments
English summary
Air pollution particularly harmful for kids, WHO told- Asthma can be a disease
Story first published: Monday, November 8, 2021, 13:56 [IST]