એરલાઈન્સે વચ્ચેની સીટ ખાલી રાખવાના પ્રસ્તાવને માનવાનો કર્યો ઈનકાર, આપ્યુ આ સૂચન

વિમાનની વચ્ચેની સીટ ખાલી રાખવાનો પ્રસ્તાવ એરલાઈન્સે ઠુકરાવી દીધો છે. આ સાથે જ એક સૂચન પણ કર્યુ છે.

કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાતો રોકવા માટે સોશિયલ ડિસ્ટંસીંગને એક કારગર ઉપાય માનવામાં આવી રહ્યો છે. આના કારણે દેશમાં લૉકડાઉન લાગેલુ છે અને લોકોને ઘરમાંથી બહાર નીકળવા માટે બિલકુલ મનાઈ કરવામાં આવેલી છે. લોકોને કહેવામાં આવ્યુ છે કે જો તેમને બહાર નીકળવુ પણ પડે તો સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન જરૂર કરે જેથી કોરોના વાયરસની ચેનને તોડી શકાય. આ દરમિયાન બસ, રેલ અને હવાઈ સેવાઓ ફરીથી ક્યારે શરૂ થશે એ સવાલ છે. જો કે હવાઈ સેવા શરૂ કરવા અંગે સરકારે એક પ્રસ્તાવ રાખ્યો હતો.

આ રીતે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકાય

આ રીતે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકાય

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ કે વિમાનની વચ્ચેની સીટ ખાલી રાખીને હવાઈ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે પરંતુ એરલાઈન્સે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. આ સાથે જ એક સૂચન પણ કર્યુ છે. એરલાઈન્સે પ્રમોટર્સને સરકારના આ પ્રસ્તાવને યોગ્ય ન ગણાવીને કહ્યુ છે કે આ રીતે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકાય. જો આમ કરીએ તો આનાથી એરલાઈન્સની અર્થવ્યવસ્થા પણ ખરાબ થઈ જશે જે પહેલેથી જ કોરોના વાયરસની મહામારીના કારણે ખૂબ જ ખરાબ છે.

એરલાઈન્સે આપ્યુ સૂચન

એરલાઈન્સે આપ્યુ સૂચન

એરલાઈન્સે સૂચન આપતા કહ્યુ કે સૂટ, ગ્લવ્ઝ અને માસ્ક જેવા પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. આ માત્ર મુસાફરો માટે જ નહિ પરંતુ ક્રૂ મેમ્બર્સ માટે પણ જરૂરી હોવુ જોઈએ. સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે કહ્યુ કે વચ્ચેની સીટ ખાલી રાખવાથી બે લોકો વચ્ચે અંતર નહિ રાખી શકાય જેનાથી તે સુરક્ષિત રહી શકે. એના કરતા માસ્ક અને ગ્લવ્ઝ દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. આ પહેલા ડીજીસીએ પણ નક્કી કર્યુ હતુ કે જ્યારે એરલાઈન્સ સેવાઓ શરૂ થશે તો ફ્લાઈટમાં વચ્ચેની સીટ ખાલી રાખવામાં આવશે. જો કે આના પર એરલાઈન્સે સ્પષ્ટ કહ્યુ કે વચ્ચેની સીટ ખાલી રાખવાથી 2 મીટરનુ અંતર સુનિશ્ચિત કરી શકાતુ નથી કે જે આરોગ્ય એજન્સીઓએ સૂચવ્યુ છે.

માસ્ક અને ગ્લવ્ઝ અનિવાર્ય

માસ્ક અને ગ્લવ્ઝ અનિવાર્ય

એરઈન્ડિયાના એક્ઝીક્યુટીવનુ કહેવુ છે કે મુસાફરોને એ સૂચિત કરી દેવામાં આવશે કે વિમાનમાં મુસાફરી માટે માસ્ક અને ગ્લવ્ઝ અનિવાર્ય છે. તેમણે વિમાનયાત્રા પૂરી થવા સુધી આ બંને ઉતારવાની અનુમતિ નહિ હોય. કેબિન ક્રૂને પણ પ્રશિક્ષિત કરવામાં આવી શકે છે કે તે આના માટે એવા જ દિશા-નિર્દેશ આપે જેવા કે સીટ બેલ્ટ બાંધવા માટે આપે છે. એરલાઈન્સ એ વાત પર પણ સંમત થયા છે કે નજીકના ભવિષ્યમાં કોઈ ઑનબૉર્ડ ભોજન ન હોવુ જોઈએ જેથી લોકો માસ્ક ન ઉતારી શકે. એર ઈન્ડિયા એક્ઝઈક્યુટીવે કહ્યુ, આપણે એ સુનિશ્ચિત કરવુ પડશે કે ડ્રોપલેટ્સ બીજાને સંક્રમિત ન કરી શકે. ઉચિત સંરક્ષણ અને સામાજિક અંતરથી આ સુનિશ્ચિત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X