• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્લેશબેક 2019: એરસ્ટ્રાઈકથી લઈને મિશન શક્તિ સુધીની ઘટનાઓ જેણે વિશ્વમાં ભારતની ધાક વધારી

ભારત માટે વર્ષ 2019 ઘણુ મહત્વનુ રહ્યુ. આ વર્ષે પણ દુનિયામાં ભારતની ધાક જળવાઈ રહી. વાંચો મહત્વની ઘટનાઓ વિશે..
|
Google Oneindia Gujarati News

ભારત માટે વર્ષ 2019 ઘણુ મહત્વનુ રહ્યુ. આ વર્ષે પણ દુનિયામાં ભારતની ધાક જળવાઈ રહી. પછી ભલે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને બેનકાબ કરવાની વાત હોય કે પછી અંતરિક્ષમાં પરચમ લહેરાવવાની. દરેક પ્રસંગે ભારત સાથે ખભાથી ખભો મિલાવીને દુનિયાની મહાશક્તિઓ ઉભી રહી. ભલે તે આતંકવાદનો મુદ્દો હોય કે પછી જળવાયુ પરિવર્તન. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સંગઠનની ચૂંટણી પણ જીતી. આ વર્ષે ચૂંટણી વર્ષ પણ રહ્યુ જેમાં પ્રચંડ બહુમત સાથે મોદી સરકારનુ કમબેક થયુ. આ કમબેક પહેલા પુલવામામાં આતંકી હુમલો થયો. ત્યારબાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો. તેને આખી દુનિયાનુ સમર્થન મળ્યુ ત્યારબાદ ભારતે ઈન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાધવ મામલે પણ સફળતા મેળવી. આ વર્ષે ભારતની વધુ એક મહેનત રંગ લાવી અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યો.

બાલાકોટ એરસ્ટ્રાઈક

બાલાકોટ એરસ્ટ્રાઈક

2019ની શરૂઆતમાં જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકી હુમલો કરી દીધો હતો. 14 ફેબ્રુઆરીએ થયેલા આ હુમલામાં સીઆરપીએફના 46 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલા બાદ 12 દિવસ બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના અડ્ડાઓના નષ્ટ કરી દીધા. 26 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 જેટ્સે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિર પર હુમલો કરી દીધો. ભારતે કહ્યુ હતુ કે આ બિનસૈન્ય કાર્યવાહી હતી. સરકારનો દાવો હતો કે આ હુમલામાં ઘણા આતંકી માર્યા ગયા હતા. બાલાકોટ એરસ્ટ્રાઈકથી ભારતની ધાક દુનિયામાં વધી અને ભારત પણ એ દેશોની યાદીમાં આવી ગયુ જેમણે એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો. બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતને અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈરાનનુ ખુલ્લુ સમર્થન મળ્યુ હતુ.

વિંગ કમાંડર અભિનંદનનુ કમબેક

વિંગ કમાંડર અભિનંદનનુ કમબેક

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનના એફ-16 વિમાન ઘૂસી આવ્યા હતા જેમણે વાયુસેનાના લડાકુ વિમાનો મિગ 21 બાઈસન, સુખોઈ 30 એમકેઆઈ અને મિરાજ-2000ને ખદેડી દીધુ હતુ. આ દરમિયાન મિગ-21 વિમાન દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ હતુ. પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાને ઈજેક્ટ કર્યુ અને તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં લેન્ડ થયુ. પાકિસ્તાની સેનાએ અભિનંદનને પકડી લીધો હતો. ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર મુદ્દો ઉઠાવ્યો. અમેરિકા, ફ્રાંસ, બ્રિટન સહિત ઘણા દેશોએ પાકિસ્તાન પર દબાણ બનાવ્યુ. પરિણામે જીનીવા કન્વેશનના આધારે માત્ર 60 કલાકની અંદર અભિનંદન વતનમાં પાછા આવ્યા હતા. ભારતની આ બધી મોટી કૂટનીતિક જીત હતી.

આ પણ વાંચોઃ સ્તનપાન કરાવતી માને ક્યારેય ન પૂછતા આવા સવાલઆ પણ વાંચોઃ સ્તનપાન કરાવતી માને ક્યારેય ન પૂછતા આવા સવાલ

પાકિસ્તાન બેનકાબ, ભારતને મળ્યો બધો સાથ

પાકિસ્તાન બેનકાબ, ભારતને મળ્યો બધો સાથ

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બેનકાબ કર્યુ. જી-20 સંમેલન, એસસીઓ સમિટ, બ્રિક્સ, હાર્ટ ઑફ એશિયા સંમેલન, સાર્ક સમિટ દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે પાકિસ્તાનના આતંક પ્રેમને રાખ્યો. આને દુનિયાના બધા દેશોનુ સમર્થન મળ્યુ. આજે પણ અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, રશિયા, નોર્વે, કેનાડા, ઈરાન જેવા દેશ આપણી સાથે ઉભા છે. આ સાથે જ સાર્ક દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ અને નેપાળ પણ આપણી સાથે છે. બધા દેશોએ પાકિસ્તાનને આતંકીઓને પોતાની જમીનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી. કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પણ દુનિયાના મોટાભાગના દેશોએ સમર્થન કર્યુ.

મસૂદ અઝહરનુ વૈશ્વિક આતંકી ઘોષિત થવુ

મસૂદ અઝહરનુ વૈશ્વિક આતંકી ઘોષિત થવુ

આ વર્ષે મેમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવામાં આવ્યો હતો. પુલવામા આતંકી હુમલામાં 75 દિવસ બાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાંસની પહેલ પર મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત કરવામાં આવ્યો. મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત કરવા માટે 10 વર્ષમાં ચાર વાર ઘોષિત કરવામાં આવ્યો. મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત કરવા માટે 10 વર્ષમાં ચાર વાર પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 2009, 2016, 2017 અને ફેબ્રુઆરી 2019માં ચીને પ્રસ્તાવ પર વીટો લગાવ્યો હતો પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ થવાથી ચીનનો વીટો હટાવી દીધો અને ત્યારબાદ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યો. પુલવામા આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આ સૌથી મોટી જીત હતી.

આઈસીજેમાં ભારતને મળી બે સફળતા

આઈસીજેમાં ભારતને મળી બે સફળતા

આ વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઑફ જસ્ટીસમાં ભારતને બે જીત મળી, સૌથી મોટી જીત દલવીર ભંડારીનુ સતત બીજી વાર આઈસીજેના જજ બનવુ છે. યુએન મહાસભામા દલવીર ભંડારીને 183 મત મળ્યા હતા જ્યારે સુરક્ષા પરિષદને બધા 15 મત મળ્યા. આ ચૂંટણીમાં તેમનો મુકાબલો બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવુડથી હતા જેમણે છેલ્લી ઘડીએ પોતાની હાર જોતા પોતાનુ નામ પાછુ લઈ લીધુ હતુ. બીજી સફળતા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે મળી. આઈસીજેએ કુલભૂષણ જાધવને પાકિસ્તાનની કોર્ટમાંથી મળેલી ફાંસીની સજા પર રોક લગાવી દીધી. 16 જજોમાં 15 જજોએ ભારતના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો. આઈસીજેએ પાકિસ્તાનને સજાની સમીક્ષા કરવા સાથે જ કુલભૂષણને કાઉન્સ્યુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો.

મિશન શક્તિ

મિશન શક્તિ

આ વર્ષે ભારતે અંતરિક્ષમાં મોટી સફળતા મેળવી. મિશન શક્તિના સફળ પરીક્ષણ સાથે અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત ચોથો દેશ બની ગયા. જે અંતરિક્ષમાં પણ સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે. માર્ચમાં ‘મિશન શક્તિ' હેઠળ અંતરિક્ષના લો અર્થ ઑર્બિટ (એલઈઓ)માં 300 કિલોમીટર દૂર સુધી સેટેલાઈટને માત્ર 3 મિનિટમાં તોડી પાડ્યુ હતુ. ખાસ વાત એ છે કે આ ઑપરેશનને સ્વદેશમાં જ બનેલા એન્ટી-સેટેલાઈટ મિસાઈલ દ્વારા અંજામ આપી દેવામાં આવ્યો હતો. હવે ભારત ક્યારેય પણ દુશ્મનની સેટેલાઈટને નષ્ટ કરી શકે છે. મિશન શક્તિના કારણે દુનિયામાં ભારતની ધાક વધી ગઈ.

ચંદ્રયાન -2

ચંદ્રયાન -2

ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે બીજી સૌથી મોટી સફળતા ચંદ્રયાન-2 રહી. ચંદ્રયાન-2નો ચંદ્રના સાઉથ પોલ પર લેંડ કરાવવાનુ હતુ. ભારતનુ આ મિશન 95 ટકા પૂરુ થયુ પરંતુ છેલ્લી ઘડીએ લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનથી સંપર્ક તૂટી ગયો.આ કારણે આપણે ચંદ્રમાની સપાટી વિશે ન મળી શકે પરંતુ 95 ટકા સફળતાના કારણે બીજા પ્રકારની માહિતી મળતી રહેશે. ચંદ્રયાન-2નો ઑર્બિટર સતત ચંદ્રના સતત ચક્કર કાપતા રહેશે. ચંદ્રયાન-2ની 95 ટકા બાદ પણ ચંદ્રના સાઉથ પોલ પર પહોંચનાર ભારત પહેલો દેશ છે. હજુ સુધી કોઈ પણ દેશ સાઉથ પોલ પર નથી પહોંચ્યો. ખાસ વાત એ છે કે ચંદ્રયાન-2 માટે ભારતે માત્ર 140 મિલિયન ડૉલર ખર્ચ કર્યો જ્યારે અમેરિકાએ પોતાના અપોલો મિશન માટે 100 બિલિયન ડૉલર ખર્ચ કર્યો હતો.

હાઉડી મોદી

હાઉડી મોદી

આ વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 50 હજાર પ્રવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. હાઉડી મોદીનો હેતુ બંને દેશો વચ્ચે વેપારી સંબંધોને વધારવા અને કાશ્મીર મુદ્દે દુનિયાભરના દેશોનુ સમર્થન મેળવવાનુ હતુ. આ મેગા ઈવેન્ટ પર પીએમ મોદીની ફે ફોલોઈંગ જોઈને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ અચંબિત રહી ગયા હતા. કોઈ પણ દેશના પ્રધાનમંત્રીના અમેરિકાની જમીન પર આ મોટી મેગા ઈવેન્ટ હતી. આ મેગા ઈવેન્ટથી ભારતની છબી દુનિયા સામે પીએમ મોદીએ રાખી હતી.

આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન ચૂંટણીમાં જીત

આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન ચૂંટણીમાં જીત

આ વર્ષે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠનની ચૂંટણી થઈ હતી જેને ભારતે જીતી હતી. આ સંગઠનનો હિસ્સો 10 દેશ (જર્મની,ઓસ્ટ્રોલિયા, ફ્રાંસ, કેનાડા, સ્પેન, બ્રાઝિલ, સ્વીડન, નેધરલેન્ડ, યુએઈ અને ભારત) છે. ભારત આ સંગઠનનુ સભ્ય 1959થી જ છે. આ વખતે સંગઠનની એક કાઉન્સિલ કેટેગરી માટે ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં સમર્થન માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી લંડન ગયા હતા અને આઈએમઓના વાર્ષિક સમારંભમાં ભારત માટે સમર્થન માંગ્યુ હતુ.

પેરિસ સમજૂતીમાં ભારતની ધાક

પેરિસ સમજૂતીમાં ભારતની ધાક

આ વર્ષે જળવાયુ પરિવર્તન માટે પેરિસ સમજૂતી પર ભારતની પહેલ રંગ લાવી. અમેરિકાના અલગ થયા બાદ ભારતે બધા દેશોને એક મંચ પર લાવવાની કોશિશ કરી. ભારતની પહેલ પર ઈન્ટરનેશનલ સોલર અલાઉન્સ (આઈએસએ) ની રચના થઈ. જેમાં 121 દેશો શામેલ છે. આઈએસએની રચનાનુ લક્ષ્ય અને સંશાધન સમૃદ્ધ દેશોમાં સૈર ઉર્જાનો ઉપયોગ વધારવો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. આ દરમિયાન ભારતે 2030 સુધી પોતાની ઉર્જા જરૂરિયાતના 40 ટકા નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો મેળવવાનુ લક્ષ્ય નક્કી કર્યુ.

ચીનના દબાણ આગળ ન ઝૂક્યુ ભારત

ચીનના દબાણ આગળ ન ઝૂક્યુ ભારત

આ વર્ષે થાઈલેન્ડમાં થયેલી બેઠક દરમિયાન ભારતે ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (આરસીઈપી)માં શામેલ ન થવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ભારત છેલ્લા સાત વર્ષોના નેગોશિયેશન પર નજર રાખી રહ્યુ છે પરંતુ વર્તમાન આરસીઈપી સમજૂતી પહેલાની મૂળ ભાવનાથી અલગ છે. ભારતના આ નિર્ણય બાદ જાપાને સ્પષ્ટ કહ્યુ છે કે જો ભારત આરસીઈપીનો સભ્ય નહિ બને તો જાપાન પણ આમાં શામેલ નહિ થાય. આ સમજૂતીને કરવા માટે ચીને ઘણા દેશો પર દબાણ કર્યુ હતુ પરંતુ ભારતે ચીનને દબાણને બાજુએ મૂકને સમજૂતીનો હિસસો ન બનવાનો નિર્ણય કર્યો. આ રીતે ભારતે ચીનની મહત્વકાંક્ષી પરિયોજના વન બેલ્ટ, વન રોડનો પણ વિરોધ કર્યો. ડોકલામથી ચીનને પોતાના જવાનોને પાછા બોલાવવા પડ્યા. ચીને ઘણી વાર ધમકી પણ આપી રંતુ ભારત સાથે અમેરિકા, ફ્રાંસ, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા દેશ ઉભા રહ્યા.

અભિજીત બેનર્જીને નોબલ પુરસ્કાર

અભિજીત બેનર્જીને નોબલ પુરસ્કાર

આ વર્ષે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યો. અભિજીત બેનર્જી, તેમના પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને સંયુક્ત રીતે મળ્યો. દુનિયાભરમાં ગરીબી ઘટાડવા માટેના પ્રયાસો માટે તેમને નોબલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. 21 ફેબ્રુઆરી 1961માં મુંબઈમાં જન્મેલા અભિજીત બેનર્જી કોલકત્તામાં મોટા થયા. તેમનુ હાયર સેકન્ડરી એજ્યુકેશન યુનિવર્સિટી ઑફ કોલકત્તા અને જેએનયુમાંથી થયુ. તેમણે 1988માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યુ.

ક્વીન એલિઝાબેથ 2થી વધુ શક્તિશાળી નિર્મલા

ક્વીન એલિઝાબેથ 2થી વધુ શક્તિશાળી નિર્મલા

આ વર્ષે ફોર્બ્ઝની યાદીમાં ભારતની ધાક વધી છે. દુનિયાની શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 34માં સ્થાને પહોંચી ગયા. ખાસ વાત છે કે નિર્મલા, બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ 2 (40માં નંબરે) અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ (42માં નંબરે)થી વધુ શક્તિશાળી છે. દુનિયાના સૌથી અમીરોની યાદીમાં મુકેશ અંબાણી હવે 13માં સ્થાને પહોંચી ગયા છે.

English summary
airstrikes to mission shakti, top world events, flashback 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X