For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની ચેતવણી છતાં ત્રિપુરાના સીએમે હવે ઐશ્વર્યા રાય પર કરી ટીપ્પણી

મહાભારત કાળમાં ઈન્ટરનેટ હોવાની વાત કર્યા બાદ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે મહિલાઓની સુંદરતા અંગે નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

મહાભારત કાળમાં ઈન્ટરનેટ હોવાની વાત કર્યા બાદ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે મહિલાઓની સુંદરતા અંગે નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી બિપ્લવ દેવે કહ્યું કે આજે મહિલાઓ સુંદરતા માટે બ્યૂટી પાર્લર પર નિર્ભર છે જ્યારે ભારતીય મહિલાઓ આવું નથી કરતી. 1997 માં મિસ ઈન્ડિયા વર્લ્ડ બનેલી ડાયેના હેડનને તેઓ આને લાયક નથી સમજતા અને કહે છે કે શું તમને લાગે છે કે તે આના લાયક હતી.

પહેલેથી જ નક્કી હોય છે કોને એવોર્ડ આપવાનો છેઃ બિપ્લવ

પહેલેથી જ નક્કી હોય છે કોને એવોર્ડ આપવાનો છેઃ બિપ્લવ

બિપ્લવ દેવે કહ્યું કે સૌદર્ય પ્રતિયોગીતાઓના આયોજક આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ માફિયા પહેલા છોકરીઓને ભરતી કરે છે અને પછી તેમને રેમ્પ પર ચલાવે છે. અહીં પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે કે કોને એવાર્ડ આપવાનો છે.

બિપ્લવ દેવે મહિલાઓની સુંદરતા અંગે આપ્યુ નિવેદન

બિપ્લવ દેવે મહિલાઓની સુંદરતા અંગે આપ્યુ નિવેદન

ભારતીય સુંદરતામાં લક્ષ્મી અને સરસ્વતીની છબી ઝલકવી જોઈએ. બિપ્લવ દેવે કહ્યું કે ભારતની સુંદરતા ડાયના હેડનમાં નહિ પરંતુ ઐશ્યર્યા રાયમાં છે.

પીએમ મોદીએ ભાજપના નેતાઓને ચેતવ્યા હતા

પીએમ મોદીએ ભાજપના નેતાઓને ચેતવ્યા હતા

ત્રિપુરા મુખ્યમંત્રી બિપ્લવ દેવનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ ભાજપના નેતાઓને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે પોતાના બિનજવાબદાર નિવેદનોથી મીડિયાને મસાલો ના આપશો.

પહેલા ત્રિપુરાના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો

પહેલા ત્રિપુરાના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો

તમને જણાવી દઈએ કે પહેલા ત્રિપુરાના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે લાખો વર્ષ પહેલા જ ઈન્ટરનેટની શોધ થઈ ચૂકી હતી, મહાભારતના સમયમાં પણ આ ટેકનોલોજી હતી અને સેટેલાઈટની સુવિધા ઉપલબ્ધ હતી. તેમણે કહ્યુ હતું કે ઈન્ટરનેટની શોધ અમેરિકા કે પશ્ચિમી દેશોએ નથી કરી પરંતુ લાખો વર્ષ પહેલા ભારતમાં આની શોધ કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે કેટલાક લોકો આ વાતનો ઈનકાર કરી શકે છે. પરંતુ જો એ સમયે ઈન્ટરનેટ નહોતુ તો સંજય કુરુક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધને કેવી રીતે જોઈ શક્યા હતા અને તેને ધૃતરાષ્ટ્રને બતાવી શક્યા હતા. આનો અર્થ એ થયો કે એ સમયે ઈન્ટરનેટ હતું. તેમણે કહ્યું હતુ કે મને એ વાતનો ગર્વ છે કે હું એવા દેશમાં જન્મ્યો જ્યાંની ટેકનિકો આટલી એડવાન્સ હતી. આ નિવેદન બાદ લોકોએ મુખ્યમંત્રી બિપ્લવ દેવની ખૂબ મજાક ઉડાવી હતી.

English summary
aishwarya rai face indian women not diana hayden says tripura cm bilpab dev
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X