'પંજા'ની સાથે બૂથ પર પહોંચ્યા અજય રાય, ભાજપ આકરા પાણીએ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 મે: વારાણસીથી કોંગ્રેસ ઉમેદવાર અજય રાય ચૂંટણી ચિહ્નની સાથે મતદાન કરવા માટે આવી પહોંચ્યા. તેને લઇને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપનું કહેવું છે કે માત્ર તેમની ઓફીસોમાં દરોડા પાડવામાં આવે છે એવામાં હવે એ જોવાનું રહેશે કે આ મામલે ચૂંટણી પંચ શું કરે છે.

કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના પોલિંગ બુથ પર ચૂંટણી ચિહ્નની સાથે પહોંચવા પર ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે અજય રાય ચૂંટણી ચિહ્નની સાથે વોટિંગ કરવા આવ્યા. એવામાં હવે ચૂંટણી પંચ અજય રાજ પર શું કાર્યવાહી કરે છે એ જોવાનું છે.

રાહુલને ચૂંટણી પંચ દ્વારા ક્લીન ચિટ અપાતા જાવડેકરે જણાવ્યું કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ક્લીન ચિટ આપી દીધી છે અને મોદીને નોટિસ, આનાથી ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે.

સપાના ઉમેદવાર કૈલાશ ચૌરસિયાએ જણાવ્યું કે અજય રાય દ્વારા કોંગ્રેસનું ચિહ્ન લગાવીને ફરવું ખોટું છે. ચૂંટણી પંચે તેની પર એક્શન લેવું જોઇએ. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અજય રાયનું આ રીતે ખુલ્લેઆમ પોલિંગ બૂથ પર ચૂંટણી ચિહ્નની સાથે જવું ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન છે, એ ઠીક નથી. ચૂંટણી પંચે તેની પર કાર્યવાહી કરવી જોઇએ.

જ્યારે કોંગ્રેસ અજય રાયનો બચાવ કરી રહી છે. કોંગ્રેસ અનુસાર ચૂંટણી પંચ પોતાનું કામ ઇમાનદારીપૂર્વક કરી રહી છે. જ્યારે જે પ્રકારની વાત ભાજપ અને આમ આદમી પાર્ટી કરી રહી છે તેનાથી લાગે છે કે તેઓ બંને એક-બીજાની ખૂબ જ નજીક છે. જોકે કોંગ્રેસ ઉમેદવાર અજય રાયે જણાવ્યું છે કે હું કોંગ્રેસનો ઉમેદવાર છું, એ તો દિલની વાત છે. મોદી તો કમળનું ફૂલ લઇને ફરી રહ્યા હતા.

આજે વોટિંગ કરવા ગયેલા અજય રાયે પોતાના ઝભ્ભા પર પંજાનું નિશાન લગાવ્યું હતું. વારાણસી જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને નોટિસ આપી દીધી છે. બનારસમાં સ્પેશિયલ ઇલેક્શન ઓબ્જર્વર પ્રવીણ કુમારે જણાવ્યું કે વોટિંગ એરિયાના 100 મીટરની અંદર પ્રચાર સામગ્રી લાવવી પ્રતિબંધિત છે. પરંતુ અમારી તમામની પ્રાથમિકતા ચૂંટણી યોગ્ય રીતે કરાવવાની છે.

વાંચો કોણે શું કહ્યું...

પ્રકાશ જાવડેકર, ભાજપ

પ્રકાશ જાવડેકર, ભાજપ

કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના પોલિંગ બુથ પર ચૂંટણી ચિહ્નની સાથે પહોંચવા પર ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે અજય રાય ચૂંટણી ચિહ્નની સાથે વોટિંગ કરવા આવ્યા. એવામાં હવે ચૂંટણી પંચ અજય રાજ પર શું કાર્યવાહી કરે છે એ જોવાનું છે. રાહુલને ચૂંટણી પંચ દ્વારા ક્લીન ચિટ અપાતા જાવડેકરે જણાવ્યું કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ક્લીન ચિટ આપી દીધી છે અને મોદીને નોટિસ, આનાથી ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે.

અરવિંદ કેજરીવાલ, આપ

અરવિંદ કેજરીવાલ, આપ

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અજય રાયનું આ રીતે ખુલ્લેઆમ પોલિંગ બૂથ પર ચૂંટણી ચિહ્નની સાથે જવું ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન છે, એ ઠીક નથી. ચૂંટણી પંચે તેની પર કાર્યવાહી કરવી જોઇએ.

કૈલાશ ચૌરસિયા, સપા

કૈલાશ ચૌરસિયા, સપા

સપાના ઉમેદવાર કૈલાશ ચૌરસિયાએ જણાવ્યું કે અજય રાય દ્વારા કોંગ્રેસનું ચિહ્ન લગાવીને ફરવું ખોટું છે. ચૂંટણી પંચે તેની પર એક્શન લેવું જોઇએ.

કોંગ્રેસ

કોંગ્રેસ

જ્યારે કોંગ્રેસ અજય રાયનો બચાવ કરી રહી છે. કોંગ્રેસ અનુસાર ચૂંટણી પંચ પોતાનું કામ ઇમાનદારીપૂર્વક કરી રહી છે. જ્યારે જે પ્રકારની વાત ભાજપ અને આમ આદમી પાર્ટી કરી રહી છે તેનાથી લાગે છે કે તેઓ બંને એક-બીજાની ખૂબ જ નજીક છે.

અજય રાય

અજય રાય

જોકે કોંગ્રેસ ઉમેદવાર અજય રાયે જણાવ્યું છે કે હું કોંગ્રેસનો ઉમેદવાર છું, એ તો દિલની વાત છે. મોદી તો કમળનું ફૂલ લઇને ફરી રહ્યા હતા.

English summary
EC seeks CCTV footage on complaints alleging that Congress candidate Ajay Rai was wearing party symbol while casting vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X