For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NSA માટે પીએમ મોદીએ ફરીથી જતાવ્યો અજીત ડોવાલ પર ભરોસો, મળશે કેબિનેટ મંત્રીનો દરજ્જો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA માટે એક વાર ફરીથી અજિત ડોવાલ પર ભરોસો દર્શાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA માટે એક વાર ફરીથી અજિત ડોવાલ પર ભરોસો દર્શાવ્યો છે. માત્ર એટલુ જ નહિ રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ડોવાલના યોગદાનને જોતા આ વખતે સરકારે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. ડોભાલનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. 74 વર્ષીય ડોવાલને ઈન્ટેલીજન્સ અને કોવર્ટ ઑપરેશન્સની દુનિયામાં લીજેન્ડ ગણવામાં આવે છે. જે રીતે તે પોતાના ઈન્ટેલીજન્સ ઑપરેશન્સને અંજામ આપે છે તેના કારણે અમુક લોકો તેમને ભારતના જેમ્સ બોન્ડ પણ કહેવા લાગ્યા છે.

આ પણ વાંચોઃ પહેલા હું ગે હતો, સુંદર મહિલાઓએ મર્દ બનાવ્યોઃ ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેઆ પણ વાંચોઃ પહેલા હું ગે હતો, સુંદર મહિલાઓએ મર્દ બનાવ્યોઃ ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે

ઉરી સર્જીકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા

ઉરી સર્જીકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા

સપ્ટેમ્બર 2016માં જ્યારે ઉરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો તો સેનાએ એલઓસી પાર પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી. 28-29 સપ્ટેમ્બરે જ્યારે સેનાના કમાન્ડોઝ જ્યારે પોતાના મિશનને અંજામ આપી રહ્યા હતા તો તત્કાલીન આર્મી ચીફ જનરલ દલબીર સિંહ સુહાગ ઉપરાંત ડોવાલ આ સમગ્ર ઑપરેશન બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. સર્જીકલ સ્ટ્રાઈકને ભારતની નીતિમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી રહ્યો હતો. વર્ષ 2014માં જ્યારે મોદી સરકારનો પહેલો કાર્યકાળ શરૂ થયો તો પીએમ મોદીએ ડોવા ને એનએસએ તરીકે પસંદ કર્યા. ડોવાલ નવ વર્ષ બાદ પોતાની ફરજ પર પાછા આવ્યા હતા. વિશેષજ્ઞ માને છે કે ડોવાલ ઈન્ટેલીજન્સ અને કોવર્ટ ઑપરેશન્સના લીજેન્ડ છે. ડોવાલ ભારતના પાંચમાં એનએસએ બન્યા. ડોવાલ 1965ના કેરળ કેડરના આઈપીએસ અધિકારી રહ્યા છે.

મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ

મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ

સપ્ટેમ્બર 2016 પહેલા ભારતની સેનાએ જૂન 2015માં મ્યાનમારમાં એક સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈક બાદ ડોવાલનું નામ એક વાર ફરીથી સમાચારોમાં આવ્યુ હતુ. વર્ષ 1999માં જ્યારે પહેલી વાર ભાજપની આગેવાનીમાં એનડીએની સરકારને કેન્દ્રમાં જવાબદારી સંભાળી તો સરકારે કંદહાર હાઈજેક પ્રકરણનો સામનો કરવો પડ્યો. તેને ઉકેલવા માટે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એનએસએ ડોવાલ પર પોતાનો ભરોસો દર્શાવ્યો. ડોવાલ વાજપેયીના ઘણા ભરોસાપાત્ર માનવામાં આવતા હતા. હવે પ્રધાનમંત્રી મોદી માટે પણ ખાસ બની ગયા છે. 20 જાન્યુઆરી 1945ના રોજ ડોવાલનો જન્મ થયો હતો અને તેમના મેજર જીએન ડોવાલને સેનાના એક બેસ્ટ ઓફિસર માનવામાં આવતા હતા. ડોવાલ અજમેર મિલિટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને આગ્રા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સની ડિગ્રી લીધી.

યુપીએ આપ્યુ રિટાયરમેન્ટ

યુપીએ આપ્યુ રિટાયરમેન્ટ

ડોવાલ વર્ષ 2005માં ઈન્ટેલીજન્સ બ્યુરોના ચીફ હતા. પરંતુ યુપીએ તેમને ઈન્ટેલીજન્સ બ્યુરોના નિર્દેશક પદેથી રિટાયર કરી દીધા હતા. ત્યારબાદ તેમણે દિલ્લી સ્થિત વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન એટલે કે વીઆઈએફના પ્રમુખ તરીકે પોતાની જવાબદારી સંભાળી. ડોવાલે વર્ષ 1968માં નોર્થ ઈસ્ટમાં હાજર આતંકી તાકાતોને હરાવવા માટે છ લાલદેંગા અલગાવવાદી સંગઠનોને તૈયાર કર્યા હતા. 80ના દશકમાં દેશના નોર્થ-ઈસ્ટમાં સ્થિત સુંદર રાજ્ય મિઝોરમમાં મિજો નેશનલ ફ્રંટ કેન્દ્ર સરકારની નીતિઓથી નારાજ થઈને દેશ સામે ઘણા પ્રકારની ગતિવિધિઓમાં શામેલ થઈ ગયા. તેના ઘણા સભ્યો અંડરગ્રાઉન્ડ થઈને રાજ્યમાં અશાંતિ ફેલાવવા લાગ્યા. ડોવાલે એક રણનીતિ અપનાવી અને ટૉપ કમાન્ડર્સને અલગ કરી દીધા. 20 વર્ષોથી રાજ્યમાં જે અશાંતિનો માહોલ ચાલુ હતો તે ડોવાલની એક પહેલથી ખતમ થઈ શક્યો.

વાજપેયીએ શરૂ કર્યો હતો એનએસએનો ટ્રેન્ડ

વાજપેયીએ શરૂ કર્યો હતો એનએસએનો ટ્રેન્ડ

ભારતમાં અત્યાર સુધી પાંચ એનએસએ થઈ ચૂક્યા છે. દેશમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર કે એનએસએ, પદની શરૂઆત નવેમ્બર 1998માં થઈ જ્યારે અટલ બિહારી વાજપેયી દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે એ સમયે બ્રજેશ મિશ્રાને પોતાના એનએસએ નિયુક્ત કર્યા હતા. મિશ્રા 22 મે, 2004 સુધી દેશના એનએસએ રહ્યા. ત્યારબાદ 23 મે, 2004ના રોજ જે એન દીક્ષિતને યુપીએ સરકારમાં એનએસએ નિયુક્ત કરવામાં આવ્યા જે જાન્યુઆરી 2005 સુધી આ પદ પર રહ્યા. તેમના બાદ જાન્યુઆરી 2005માં એમ કે નારાયણનને એનએસએ નિયુક્ત કરવામાં આવ્યા અને તે 23 જાન્યુઆરી 2010માં રિટાયર થઈ ગયા. નારાયણન બાદ 24 જાન્યુઆરી 2010ના રોજ શિવશંકર મેનન એનએસએ બનાવવામાં આવ્યા અને તે 28મે 2014 સુધી એનએસએના પદ પર રહ્યા. 30મે 2014ના રોજ ડોવાલે આ પદ સંભાળ્યુ હતુ.

English summary
Ajit Doval will become NSA in Modi Government and will also get Cabinet rank in Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X