બરેલીમાં પોતાના ઘરે પહોંચ્યો અજિતેશનો પરિવાર, ન દેખાઈ સાક્ષી
સાક્ષી મિશ્રા અને અજિતેશના લગ્નની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. સમાચાર આવી રહ્યા છે કે અજિતેશના પરિવારવાળા પાછા પોતાના ઘરે આવી ચૂક્યા છે. જો કે સાથે સાક્ષી જોવા મળી નહિ.
સાક્ષી મિશ્રા અને અજિતેશના લગ્નની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે અજિતેશના પરિવારવાળા પાછા પોતાના ઘરે આવી ચૂક્યા છે. જો કે પરિવારવાળા સાથે સાક્ષી જોવા મળી નહિ. માત્ર દાદા-દાદી અને બહેન કારથી પહોંચ્યા અને નીચે ઉતરતા જ આસપાસના લોકો સાથે કંઈ વાત કર્યા વિના ઘરમાં જતા રહ્યા. જો કે ત્યાં હાજર મીડિયા કર્મી ઘરની અંદર જઈને તેમના સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેમણે સામે આવવાનો ઈનકાર કરી દીધો.

બીજી તરફ સાક્ષીના પિતા અને બરેલીના બિથરી ચેનપુરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પુત્રીના લવ મેરેજથી ઘણા વ્યથિત છે. ઘણા દિવસો બાદ ગુરુવારે અમુક લોકો સાથે વાત કરનાર રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલે કહ્યુ કે હવે ઘરમાંથી બહાર નીકળવાનું મન નથી થતુ. ઘણા દિવસો સુધી આ મુદ્દે ચૂપ રહેનાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેશ મિશ્રાએ રાજકીય વિરોધીઓ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે આ વાતનો ફાયદો ઉઠાવીને અમુક નેતાઓ અને અધિકારીઓની લૉબીએ મારી છબી ખરાબ કરવાની કોશિશ કરી છે. આ કામ મારુ રાજકીય કેરિયર ખતમ કરવા માટે કરવામાં આવ્યુ છે.
સોશિયલ મીડિયા પર મળી રહી છે જાનથી ધમકી
સાક્ષીને ટ્વીટર પર જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. તેના ટ્વીટર અકાઉન્ટ પર તેની જ પોસ્ટ પર ઘણા અકાઉન્ટ હોલ્ડર અજિતેશ સાથે લગ્ન કરવાના નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે કે છેવટે ક્યાં સુધી બચીશ. મરવાનુ તો તારે મારા હાથે જ છે. આ ધમકી બાદ સાઈબર સેલ પણ સક્રિય થઈ ગયુ છે. અજિતેશ સાથે લગ્નના સાક્ષીના નિર્ણયને ટ્વિટર પર લોકો ખોટો ગણાવી રહ્યા છે. સાથે જ સાક્ષીને પપ્પાની માફી માંગીને ઘરે જવાની સલાહ આપી રહ્યા છે. આવી પોસ્ટોથી ટ્વિટર ભરેલુ પડ્યુ છે. દીપક ભારતીને નામના વ્યક્તિએ સાક્ષીની પોસ્ટને કમેન્ટ બૉક્સમાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે લખ્યુ છે કે મુર્ગી શું જાણે ઈંડાનુ શું થશે? લાઈફ મળશે કે તવા પર ફ્રાય થશે? પોલિસ અને મીડિયા ક્યાં સુધી તને બચાવશે? એક દિવસ તો મરવાનુ છે મારા હાથે.












Click it and Unblock the Notifications
