For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રાલયે ઠુકરાવી કસાબની દયા અરજી

By Super
|
Google Oneindia Gujarati News

kasab
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃ મુંબઇમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલમાં ફાંસીની સજા મેળવનાર પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આમિર અજમલ કસાબની દયા અરજી ગૃહમંત્રાલય દ્વારા મંગળવારે ઠુકરાવી દેવામાં આવી છે. મંત્રાલયે કસાબની અરજીને ખારીજ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપી છે.

નોંધનીય છે કે કસાબે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. આ પહેલા કસાબને સુપ્રિમ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

26/11 મામલે આરોપી સાબિત થનાર કસાબને પહેલા નીચલી અદાલતમાં મોતની સજા ફટકારવમાં આવી હતી. ત્યાર બાદ મુંબઇ હાઇકોર્ટે પણ કસાબને ફાંસીની સજા યથાવત રાખી હતી અને આખરે 29 ઓગસ્ટે સુપ્રિમ કોર્ટે પણ અન્ય બન્ને અદલાતના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

મુંબઇ પર આંતકવાદી હુમલા મામલે એકમાત્ર કસાબ જ જીવીત આરોપીની ધરપકડ કરી શકાઇ હતી. હુમલાને અંજામ આપવામાં સામેલ રહેલા અન્ય બન્ને આરોપીઓને સુરક્ષા કર્મીઓએ મારી નાંખ્યો હતા.

English summary
mercy plea of Mumbai terror attack convict Mohammed Ajmal Amir Kasab was rejected by the Home Ministry on Tuesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X