SIની હત્યા કરનાર અકાળી દળના નેતાની ધરપકડ

મળતી માહિતી મુજબ અકાળી દળના નેતા રણજીત સિંહ રાણા છેલ્લા કેટલાક દિવસોથી આઇએસ રવિન્દ્ર સિંહની પુત્રીની છેડતી કરી રહ્યાં હતા. રવિન્દ્ર સિંહની પુત્રીએ જ્યારે તેના પિતાને ફરિયાદ કરી તો તેના પિતા રાણાને મળવા જતા રહ્યા. રવિન્દ્ર સિંહે બજારમાં રણજીત સિંહ રાણા આ અંગે વાત કરી હતી અને કહ્યું કે હવે પછી તે આવું ન કરે.
પરંતુ વાત કરતાં-કરતાં રણજીત સિંહ રાણા અચાનક ગુસ્સામાં આવી ગયા હતા અને રવિન્દ્ર સિંહ અને તેમની પુત્રીને ગોળી મારી દિધી હતી. રવિન્દ્ર સિંહ પોતાની પુત્રીને બચાવવા દોડ્યા તો રાણાએ તેમના પર ફાયરિંગ કરી દિધું હતું. ગોળી વાગવાથી રવિન્દ્ર સિંહની ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પુત્રીને હાથ પર ગોળી વાગતાં ઇજા પહોંચી છે.
ઘટનાસ્થળે હાજર લોકોનું માનવામાં આવે તો રણજીત સિંહ રાણાએ દાદાગીરી બતાવવા માટે ભર બજારમાં હવામાં ફાયરિંગ કર્યું હતું અને કેટલીક દુકાનો પર ગોળી ચલાવી હતી. જો કે રણજીત સિંહ રાણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલી રાઇફલ મેળવી લીધી છે. અકાળી દળે રણજીત સિંહને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે.












Click it and Unblock the Notifications
