કોણ છે માયાવતીના ભત્રીજા આકાશ આનંદ, જેમને બસપા સુપ્રીમોએ બનાવ્યા ઉત્તરાધિકારી, જાણો પ્રોફાઈલ
Who is Mayawati nephew Akash Anand: બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. માયાવતીએ પોતાનો આખો વારસો 28 વર્ષીય આકાશ આનંદને સોંપી દીધો છે.
રવિવારે 10 ડિસેમ્બર 2023ના રોજ લખનઉમાં બસપા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ આકાશ આનંદ વિશે ચર્ચાઓ વધી છે, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે કોણ છે અને શું કરે છે. તો ચાલો જાણીએ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ વિશે.

કોણ છે આકાશ આનંદ
બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ગયા વર્ષથી રાજસ્થાનમાં પાર્ટીની બાબતોનો હવાલો સંભાળી રહ્યા છે. 28 વર્ષીય આકાશ આનંદ અનેક પ્રસંગોએ પાર્ટી સર્કલમાં જોવા મળ્યા છે. આકાશ આનંદ બસપાના રાષ્ટ્રીય સંયોજકનું સત્તાવાર પદ ધરાવે છે. આકાશ આનંદ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર છે.
2019માં, માયાવતીના ભાઈ આનંદ કુમારને પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા પછી આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા. આકાશ આનંદના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અનુસાર, તે પોતાને "બાબા સાહેબના વિઝનના યુવા સમર્થક" તરીકે વર્ણવે છે. આકાશ આનંદે લંડનથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે.
આકાશ આનંદનો રાજકારણમાં પ્રવેશ
આકાશ આનંદની રાજનીતિમાં એન્ટ્રી વર્ષ 2017માં થઈ હતી. આ પહેલીવાર હતું જ્યારે આકાશ આનંદ સહારનપુર રેલીમાં માયાવતી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે માયાવતી તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવશે.
ઓગસ્ટ 2023થી લખનઉમાં યોજાયેલી રાજ્ય-સ્તરીય સમીક્ષા બેઠકમાં આકાશ આનંદની હાજરીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં તેમના વધતા કદના બીજા ઉદાહરણ તરીકે જોવામાં આવી હતી. માયાવતીની અધ્યક્ષતામાં આ બેઠક લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ પર વિચાર કરવા માટે બોલાવવામાં આવી હતી.
તે જ મહિનામાં આકાશ આનંદે પાર્ટીની 14 દિવસની 'સર્વજન હિતાય, સર્વજન સુખાય સંકલ્પ યાત્રા'નું પણ નેતૃત્વ કર્યું. આકાશ આનંદે મીડિયામાં પ્રસિદ્ધિ ત્યારે મળી જ્યારે માયાવતીએ જાહેરાત કરી કે તેમનો ભત્રીજો બહુજન સમાજ પાર્ટીની ચળવળનો ભાગ બનશે.
તેમણે 2019માં પોતાની પ્રથમ રાજકીય રેલીને સંબોધતા, લોકોને સમાજવાદી પાર્ટી-BSP-રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનને સમર્થન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, એ વખતે ચૂંટણી પંચે માયાવતી પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ લાદ્યો હતો.
10-12-2023-BSP Press Release-All-India Party Meeting pic.twitter.com/EzBT2XhFeC
— Mayawati (@Mayawati) December 10, 2023
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
