For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી યુદ્ધ પહેલા જ અખિલેશે તાક્યું મોદી પર નિશાન

|
Google Oneindia Gujarati News

akhilesh-yadav-narendra-modi
લખનૌ, 23 મે : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ હોવાને કારણે ભાજપના રાષ્ટ્રીય બોર્ડે અમિત શાહને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. આ કારણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ ભડક્યા છે. અખિલેશ યાદવે નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર નિશાન તાકતા જણાવ્યું કે અમે અમારી પબ્લિસિટી માટે કોઇ પીઆર કંપની રોકી નથી. કેટલાક લોકો એવા છે જેમણે પીઆર કંપનીઓ રોકી અને મીડિયાના માધ્યમથી પોતાનો ખોટો પ્રચાર કરાવ્યો છે.

લખનૌમાં બુધવારે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અખિલેશે જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે ઉપસ્થિત ઉદ્યોગપતિઓને એ સમજતા વાર ના લાગી કે તેઓ કોની પર નિશાન તાકી રહ્યા છે. આ બાબતે તેમણે અનેકવાર તાળીઓ પણ પાડી હતી.

અખિલેશે જણાવ્યું કે જેમણે વિકાસની સચ્ચાઇ જોવી હોય તે ઉત્તર પ્રદેશ આવીને જુએ. એક જ વર્ષમાં અમે યુપીને કેટલું બદલી નાખ્યું છે. દેશ જ નહીં વિદેશના ઉદ્યોગપતિઓ પણ અહીં આવીને બિઝનેસ કરવા માંગે છે. પણ અમે આ બાબતનો પ્રચાર નથી કર્યો.

વાસ્તવમાં અખિલેશ યાદવ સારી રીતે જાણે છે કે અમિત શાહ જ્યારે ઉત્તરપ્રદેશ પ્રચાર માટે આવશે ત્યારે ગુજરાતના વિકાસની વાતો અવશ્ય કરશે. આથી અમિત શાહ પોતાનો પ્રચાર કરે એ પહેલા જ અખિલેશે પાણી પહેલા પાળ બાંધવાની શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે દેશમાં એક જ રાજ્ય ઔદ્યોગિક રોકાણ માટે બેસ્ટ છે એવો પ્રચાર કરી રહ્યા છે., વાસ્તવમાં પાછલા દિવસોમાં આગ્રામાં સમગ્ર વિશ્વના ઉદ્યોગપતિઓ એક સંમેલન માટે ભેગા થયા હતા. આના પરથી સાબિત થાય છે કે રોકાણકારોની પહેલી પસંદગી ઉત્તર પ્રદેશ છે.

English summary
Akhilesh targets Narendra Modi before election war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X