For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP: અખિલેશ યાદવ આજે કરશે લેપટોપની લ્હાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

akhilesh-yadav
લખનઉ, 11 માર્ચ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સોમવારે રાજધાની લખનઉ સ્થિત કાલ્વિન તાલુકેદાર કોલેજમાં 10 હજાર લાભાર્થીઓને લેપટોપ વહેંચીને પોતાની પાર્ટીની યોજનાની શરૂઆત કરશે.

રાજ્ય સરકારના એક પ્રવક્તાએ રવિવારે સાંજે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે લખનઉ સહિત પ્રદેશના બધા જિલ્લાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જલદીમાં જલદી લેપટોપ ઉપલ્બધ કરાવશે. આ યોજનાની જેમ 2012માં ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષન પરિષા ઇન્ટરમિડિએટ પરીક્ષા, ઉત્તર પ્રદેશ માધ્યમિક સંસ્કૃત શિક્ષા પરિષદ દ્રારા સંચાલિત ઉત્તર મધ્યમાની પરિક્ષા, ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષા પરિષદથી ઇન્ટર મિડિએટમા સમક્ષક આલિમ પરિક્ષા, સીબીઆઇના વિદ્યાર્થીઓને 15 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને લેપટોપ ઉપલ્બધ કરાવવાના છે.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર 14 ઇંચની સ્ક્રિનવાળા આ લેપટોપની હાર્ડડિસ્ક 500 જીબી તથા 2 જીબી રેમની ક્ષમતા ધરાવે છે. આ લેપટોપ બ્લ્યૂ ટૂથ, વાઇ-ફાઇ સપોર્ટ અને ઓછામાં ઓછી ત્રણ કલાક સુધીની બેટરી ક્ષમતા ધરાવે છે. લેપટોપમાં ડીવીડી રાઇટર તથા હિંદી, ઇંગ્લિશ અને ઉર્દૂ ભાષામાં ટાઇપ કરવાની સુવિધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી (સપા)એ વર્ષ 2012માં વિધાનસભાની ચુંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં ઇન્ટરપાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને લેપટોપ આપવાનો વાયદો કર્યો હતો.

ખાસ વાત એ છે કે સત્તારૂઢ પાર્ટીએ પોતાના વાયદાને પુરો કરવાની શરૂઆતમાં વોટબેંકનું ધ્યાન રાખ્યું છે. એટલા માટે અખિલેશ યાદવના લેપટોપ વિતરણ કાર્યક્રમમાં લેપટોપ મેળવનાર કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યા મુસ્લિમ વિદ્યાર્થીઓની છે. મળતી માહિતી મુજબ જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં સૌથી વધુ શિયા પી.જી. કોલેજ, લખનઉના 3192 વિદ્યાર્થી વિદ્યાર્થી અને કરામત ગર્લ્સ ડિગ્રી કોલેજના 1569 વિદ્યાર્થીઓ છે. આ બંને શિક્ષણ સંસ્થાઓના કુલ 4761 વિદ્યાર્થીમાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 4 હજાર છે.

મહત્વપુર્ણ વાત એ પણ છે કે સમાજવાદી પાર્ટીની ઘોર વિરોધી માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)ના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાની માતાના નામે બનેલા શંકુતલા વિકલાંગ વિશ્વવિદ્યાલયના 26 વિદ્યાર્થીઓને પણ લેપટોપ આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના 105 અને લખનઉના કેજીએમસીના 31 વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લેનાર દસ હજાર વિદ્યાર્થીઓમાં સામેલ છે.

English summary
Uttar Pradesh Chief Minister Akhilesh Yadav will start distribution of free laptops to intermediate pass students from Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X