For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોટાખર્ચામાં અખિલેશે મેડમ માયાને પછાડ્યા પરંતુ રેકોર્ડ માયાના નામે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 17 જુલાઇ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીની ટીકા મોટાભાગે તેમના ખોટાખર્ચાને લઇને થતી રહી છે પરંતુ તાજેતરના મુખ્યમંત્રી અખિલેશ યાદવ મેડમ માયાથી ક્યાંય આગળ નીકળી ગયા છે. આરટીઆઇ દ્વારા આ જાણકારી મળી તો તેમના અનુસાર યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક વર્ષમાં પોતાના આવાસ પર માયાવતીની તુલનામાં બે ગણો ખર્ચો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઆઇ કાર્યકર્તા ઉર્વશી શર્માએ ગત બે વર્ષોમાં મુખ્યમંત્રી આવાસ પર કરવામાં આવેલા ખર્ચની વિગતવાર માહિતી માંગી હતી.

ઉર્વશી શર્માએ ચાર એપ્રિલના રોજ મુખ્યમંત્રી સચિવાલયના જાહેર માહિતી અધિકારી દ્વારા નાણાંકીય વર્ષ 2011-12 અને 2012-13માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના મકાનના મેન્ટેનન્સ પર રાજકોષમાંથી ખર્ચ કરવામાં આવેલી રાશિની જાણકારી માંગી હતી. નાણાંકીય વર્ષ 2011-2012 દરમિયાન માયાવતી ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી હતી અને 2012-13 દરમિયાન અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા. આરટીઆઇ દ્વારા જે માહિતી પુરી પાડવામાં આવી છે તે મુજબ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના કાર્યકાળ દરમિયાન તેમના મકાનના સામાન્ય મેન્ટેનન્સ પર 2 લાખ રૂપિયા ખર્ચ થયા હતા.

આ ઉપરાંત માયાવતીના આવાસના મૂળ કાર્ય પર 21 લાખ 20 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા. તો બીજી તરફ માયાવતીના મુકાબલે વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવના એક વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના મકાનના સામાન્ય મેન્ટેનન્સ એક લાખ 95 હજાર રૂપિયા અને મૂળ કાર્ય પર 41 લાખ 73 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવે 15 માર્ચ 2012થી મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. 2011-12માં પણ 15 થી 30 માર્ચ સુધી મુખ્યમંત્રી રહ્યાં હતા. આ દરમિયાન પણ મુખ્યમંત્રીના મકાન પર થોડો ખર્ચ કરવામાં આવ્યો હતો.

akhilesh-yadav-mayawati

ખોટાખર્ચાનો રેકોર્ડ હજુ માયાના નામે

નાણાંકીય વર્ષ 2011-12મં ભકે અખિલેશ યાદવે માયાવતીને પાછળ છોડી દિધા હોય પરંતુ રેકોર્ડના મુદ્દે માયાવતી અખિલેશ યાદવથી ક્યાંય આગળ છે. માયાવતીએ જ્યારે પોતાની લકી બંગલા નંબર 13, માલ એવન્યૂમાં શિફ્ટ થઇ તો તેમને તેના મેન્ટેનન્સ પાછળ 86 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. માયાવતીનો તે બંગલા પિંક પેલેસના નામે જાણીતો છે. પિંક પેલેસ 5 એકર જમીનમાં બનેલો છે. બંગલાની ચાર દિવાલો 20 ફૂટ ઉંચી છે. આ દિવાલમાં રાજસ્થાનથી મંગાવેલા પથ્થર લગાવવામાં આવ્યાં છે. બંગલાના બધા રૂમોમાં પિંક કલરના ઇટાલિયન માર્બલ લાગેલા છે.

English summary
Compared to Mayawati's opulence, Akhilesh Yadav's indulgence can be termed as small diversion. Though wasteful expenditure cannot be condoned, there are some details about these politicians that need to go beyond RTI disclosures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X