Akhilesh Yadav In Maha kumbh : અખિલેશ યાદવે મહાકુંભમાં પહોંચી ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી
Akhilesh Yadav In Maha kumbh : પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં દેશવિદેશમાંથી લોકો પહોંચી રહ્યાં છે. આ ક્રમમાં જ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પહોંચ્યા હતા.
અખિલેશ યાદવ મહાકુંભમાં પહોંચ્યા અને 11 ડુબકી લગાવી. ત્રિવેણી સંગમ ખાતે અખિલેશ યાદવે સ્નાન કરીને નમન કર્યા.

સ્નાન કર્યા બાદ અખિલેશ યાદવ મહાકુંભ પહોંચ્યા અને સમાજવાદી પાર્ટીના સ્થાપક અને તેમના પિતા મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી. અખિલેશ યાદવ સાથે મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો અને નેતાઓ પણ હાજર હતા, જે તેમના સ્વાગત માટે પહેલાથી જ ત્યાં એકઠા થયા હતા.
અખિલેશ યાદવે સવારે 11.30 વાગ્યે લખનૌ એરપોર્ટથી પ્રયાગરાજ માટે ઉડાન ભરી હતી. ત્યાં પહોંચતા જ સપાના કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એરપોર્ટથી નીકળ્યા પછી અખિલેશ પક્ષના નેતાઓ સાથે મેળા વિસ્તારમાં પહોંચ્યા અને સંગમ કિનારે સ્નાન કર્યું.
અહીં અખિલેશ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, લોકો અહીં પોતાની વ્યક્તિગત શ્રદ્ધા સાથે આવે છે. મેં 11 પવિત્ર ડુબકી લગાવી. અહીં વિભાજનકારી અને નકારાત્મક રાજકારણ માટે કોઈ સ્થાન નથી. જે દિવસે મેં હરિદ્વારમાં સ્નાન કર્યું તે દિવસ એક ઉજવણીનો દિવસ હતો. આજે મને અહીં પવિત્ર સ્નાન કરવાની તક મળી.
અખિલેશ યાદવે કહ્યું કે, સરકારમાં રહેલા લોકોએ આ કાર્યક્રમને રમતગમતનો કાર્યક્રમ ન બનાવવો જોઈએ. મેં વૃદ્ધ લોકોને અલગ અલગ જગ્યાએથી આવતા જોયા છે, એવું સંચાલન હોવું જોઈએ કે કોઈને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી અખિલેશ યાદવ સપા કેમ્પ પહોંચ્યા અને પાર્ટીના નેતાઓ અને સંતોને મળ્યા. અખિલેશ યાદવ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના મંત્રીમંડળ સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી હતી અને ગંગા પૂજા કરી હતી.
જણાવી દઈએ કે, અખિલેશ યાદવ 3 ફેબ્રુઆરીએ મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા અને રોડ શો કરશે. આ સમય દરમિયાન ડિમ્પલ યાદવ પણ તેમની સાથે હાજર રહેશે.












Click it and Unblock the Notifications
