For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશે પોતાના વિધાયકોને કારણ બતાઓ નોટિસ ફટકારી

|
Google Oneindia Gujarati News

akhilesh yadav
લખનઉ, 23 જૂન : સત્તાપક્ષ સમાજવાદી પાર્ટીએ બલિયા જિલ્લાના સિકંદરપૂર વિસ્તારથી વિધાયક મોહમ્મદ જિયાઉદ્દીન રિઝવીને પોતાની જ પાર્ટીની સરકારની ટીકા કરવા અંગે કારણ બતાઓ નોટિસ જારી કરી એક સપ્તાહમાં સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

કેબિનેટ મંત્રી અને સપાના પ્રદેશ પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે મીડિયા દ્વારા રાજ્ય સરકારના કામકાજ પર ટીકા ટિપ્પણી કરવાથી પાર્ટીની છબિ ખરાબ થાય છે. પ્રદેશ અધ્યક્ષ અખિલેશ યાદવે વિધાયક રિઝવીને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.

કાનૂન વ્યવસ્થા પર ટિપ્પણી કરી સરકારની ટીકા કરનારા અને ઓરૈયાના વિધૂના વિસ્તારના વિધાયક પ્રમોદ ગુપ્તાની સામે અનુશાસનાત્મક કાર્યવાહી બાદ સપાના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિધાયક રિઝવી પર સખત વલણ અપનાવી એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સરકારની ટીકા કરનારાઓને ક્યારેય સાખી લેશે નહીં.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિધૂના વિસ્તારના વિધાયક પ્રમોદ ગુપ્તા દ્વારા પ્રદેશ સરકારના કામકાજની મીડિયા સમક્ષ ટીકા કરી હતી. જેના પર કાર્યવાહી કરતા અખિલેશે વિધાયક પ્રમોદ ગુપ્તાને સસ્પેન્ડ કરી દીધા હતા.

English summary
Uttar Pradesh Chief Minister and state unit president of the Samajwadi Party, Akhilesh Yadav today issued a show cause notice to its party MLA Mohammad Ziauddin Rizvi for criticising the state government's performance in the media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X