For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પહેલા ફેકુ સરકાર હતી, હવે વેંચુ સરકાર બની ગઈ છે' - અખિલેશ યાદવનો ભાજપ સરકાર પર કટાક્ષ

સપા પ્રમુખ અને પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે, પહેલા ભાજપ સરકાર ફેકુ સરકાર હતી, હવે તે વેંચું સરકાર બની છે. આ સરકાર રેલ, ટ્રેક અને સ્ટેશનો વેચી રહી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉ : સપા પ્રમુખ અને પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે, પહેલા ભાજપ સરકાર ફેકુ સરકાર હતી, હવે તે વેંચું સરકાર બની છે. આ સરકાર રેલ, ટ્રેક અને સ્ટેશનો વેચી રહી છે. રસ્તાઓ, એરપોર્ટ અને રેલવેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપ સરકાર બધું વેચવા તૈયાર છે. રાષ્ટ્રીય સંપત્તિ વેચીને સરકાર શું કરશે?

Akhilesh Yadav

અખિલેશ યાદવ લખનઉની બીકેટી ઇન્ટર કોલેજમાં સમાજવાદી નેતા અને ભૂતપૂર્વ મંત્રી ભગવતી સિંહની પ્રતિમાના અનાવરણ અને પુષ્પમાળા કર્યા બાદ આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યના લોકો મોંઘવારી અને બેરોજગારીથી પીડિત છે. કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ઉત્તર પ્રદેશમાં વીજળીની કટોકટી છે. ભાજપે વીજ ઉત્પાદન વધારવા માટે કોઈ કામ કર્યું નથી. અહીં મીટર ઝડપથી ફરે છે. વીજળીનું બિલ આવે છે. CM 3X66 થર્મલ પાવર પ્લાન્ટ વિશે કંઇ જાણતા નથી. સમાજવાદી પાર્ટીના ચૂટણી ઢંઢેરામાં વીજળીનું બિલ ઘટાડવાની સંભાવનાથી ભાજપના લોકો ડરી ગયા છે. ભાજપને વીજ કરંટ આપવાની જરૂર છે.

અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ એવા કાયદા લાવી રહી છે, જેના દ્વારા દેશની માલિક કંપની હશે અને તે સરકાર ચલાવશે. જે કારણે કદાચ ફરી એકવાર આઝાદીનું યુદ્ધ લડવું પડશે. પહેલા ભાજપ સરકાર ફેકુ સરકાર હતી, હવે તે વેચું સરકાર બની છે. ભાજપ બધું વેચીને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી રહી છે. ભાજપ ખેડૂતો, યુવાનો, મહિલાઓ, સામાન્ય જનતાને છેતરી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન, આવા લોકડાઉન કરવામાં આવ્યા હતા કે, લોકો બરબાદ થઈ ગયા હતા. લોકોની નોકરી, રોજગાર, ધંધો ખોવાઈ ગયો છે. બેરોજગારી વધી છે.

લોકડાઉન દરમિયાન ઘણા લોકો અનાથ થઇ ગયા હતા. કોરોનાથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં પથારી, દવા અને સારવાર મળી નથી. ઓક્સિજન માટે દોડવું પડ્યું હતું. નિષ્ણાતોની ચેતવણી છતાં સરકારે કોઈ તૈયારી કરી નથી. કોરોના સમયગાળા દરમિયાન આટલી મોટી સંખ્યામાં મૃત્યુ માટે ભાજપ સરકાર જવાબદાર છે. કોરોના સમયગાળા દરમિયાન ભાજપે આંખો અને કાન બંધ કરી દીધા હતા. આપણે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સાવચેત રહેવું પડશે, તેમ અખિલેશ યાદવે જણાવ્યું હતું.

આ સાથે સમાજવાદી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે, નોટબંધીથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નથી, અર્થતંત્ર બરબાદ થયું છે. ખેડૂતને કારણે અર્થતંત્ર જળવાઈ રહ્યું છે. 2 વર્ષમાં શિક્ષણ વ્યવસ્થા ભાંગી પડી છે. ઓનલાઇન શિક્ષણ પાટા પર નથી. જો સમાજવાદી સરકાર હોત તો દરેક ઘરમાં લેપટોપ પહોંચતા કર્યા હોત. હમણાં જ ભાજપ સરકારે સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી છે, તે પહેલાથી જ ઘણા લોકો પાસે છે. હવે સમય ક્યાં બાકી છે કે, તેમને પોતાનું વચન પાળી શકશે. લખનઉમાં હજૂ સુધી આઉટર રિંગ રોડ બનાવવામાં આવ્યો નથી. મેટ્રો જ્યાં હતી ત્યાં જ છે તેનું કામ હજૂ સુધી આગળ વધ્યું નહીં. આગરા-લખનઉ એક્સપ્રેસ વે સપા સરકાર હેઠળ 22 મહિનામાં 323 કિલોમીટરમાં બનાવવામાં આવ્યો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસ વે હજૂ પૂર્ણ થયો નથી.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ત્રણ કાળા કૃષિ કાયદાથી કૃષિ કે જમીન બચશે નહીં. ખેડૂતને ન તો નફાકારક ભાવ મળ્યો કે, ન તો બજારમાં તેની આવક બમણી થઈ. ઘરનો ચૂલો ઓલવાઈ રહ્યો છે. ઉજ્જવલા યોજનાનું સિલિન્ડર મોંઘુ થયું છે. સરસવનું તેલ મોંઘુ થઈ ગયું છે, તો પકોડા કેવી રીતે તળવા? ઉત્તરપ્રદેશમાં ચૂંટણી શરૂ થઈ ગઈ છે. સાથે મળીને ઉંઘતી ભાજપ સરકારને દૂર કરવાની જવાબદારી સમાજવાદીઓની છે. સમાજવાદી વિચારધારાને આગળ વધારવા માટે ઉત્તર પ્રદેશની ચૂંટણી બિહાર-બંગાળ કરતાં વધુ ખતરનાક સાબિત થશે. સમાજવાદી સરકાર રચાશે તો જ ગરીબો, ખેડૂતો અને યુવાનોનું કલ્યાણ થશે. હાલના મુખ્યમંત્રીએ રંગ અને નામ બદલવા સિવાય કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકાર સમાજવાદીઓના ચક્ર સાથે સ્પર્ધા કરી શકતી નથી.

English summary
SP president and former UP CM Akhilesh Yadav has slammed the Bharatiya Janata Party. Akhilesh Yadav said that earlier the BJP government was a fake government, now it has become a sell-out government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X