Annu Kapoor Chest Pain: છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ અન્નુ કપુર હોસ્પિટલમાં દાખલ
વેટરન એક્ટર અન્નુ કપરની તબીયત બગડવાની ખબર આવી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં ફરિયાદ કરી છે.
દિગ્ગજ અભિનેતા અન્નુ કપુરને ગુરુવારે સવારે છાતીમાં દુખાવાની તકલીફ થતા તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાકલ કરવામાં આવ્યા હતા. સર ગંગા રામ હોસ્પિટલના અધ્યક્ષ ડો અજય સ્વરૂપ અનુસાર, અભિનેતાની તબિયત અત્યારે સ્થિર છે તેમની તબિયતમાં સુધાર થઇ રહ્યો છે .ડોક્ટર તેમનો ઇલાજ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, અન્નુ કપુર હમ, એક રુકા હુઆ ફેસલા, રામ લખન, ઘાયલ, હમ કિસી સે કમ નહી, એતરાજ, 7 ખુન માફ, જોલી એલએલબી 2, જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
અન્નુ કપુર કોમેડી ડ્રામા વિક્કી ડોનર માં તેમના કામ માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યા છે. તેમને છેલ્લે વેબ સીરિઝ ક્રેશ કોર્સ માં જોવા મળ્યા હતા. જેનુ પ્રિમિયમ ઓટીટી પ્લેટફોર્મ એમેઝન પ્રાઇમ વીડિયો પર થયુ હતુ.












Click it and Unblock the Notifications
