દિલ્હીના વિકાસ માર્ગ પરથી અલ કાયદાના આતંકીની ધરપકડ
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા રવિવારે સાંજે વિકાસ માર્ગ પરથી અલ કાયદા ઑપરેટિવની ધરપકડ કરવામાં આવી હતી.
રવિવારે દિલ્હીમાંથી અલ કાયદાના એક કથિત ઑપરેટરની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની એક વિશેષ ટીમે ગુપ્ત જાણકારીઓને આધારે આ ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિની ઓળખાણ શૉમોન હકના રૂપમાં થઇ છે. દિલ્હી પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેને ગઇ કાલે(રવિવારે) રાત્રે વિકાસ માર્ગથી પકડવામાં આવ્યો હતો અને હાલ તેની પૂછપરછ થઇ રહી છે.

સૂત્રો અનુસાર, શૉમોન હક પાસે ઘણી જાણકારી છે. તે એક મૉડ્યૂલનો ભાગ હતો. દિલ્હી શહેરમાં મૉડ્યૂલના વધુ સભ્યો છે કે કેમ, એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલ જાણકારી અનુસાર, શૉમોન હક દિલ્હીમાં હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી અરેબિયામાંથી અલ-કાયદાના એક કથિત ઑપરેટર જીશન અલીને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેના પર આતંકીઓને ફંડિંગ અપાવવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
