For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ 12 રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ

સતત થઈ રહેલા વરસાદમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને હજુ પણ રાહત મળતી નથી દેખાઈ રહી.

|
Google Oneindia Gujarati News

સતત થઈ રહેલા વરસાદમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને હજુ પણ રાહત મળતી નથી દેખાઈ રહી. છેલ્લા અમુક દિવસોમાં થયેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વળી, હવામાન વિભાગે એકવાર ફરીથી એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે મુંબઈ અને ગુજરાતના તટીય વિસ્તારો પાસે અરબ સાગરમાં એકદમ દબાણવાળુ ક્ષેત્ર બનેલુ છે. આ કારણે આગામી 24 કલાકમાં અમુક રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે વરસાદ વિશે જારી કર્યુ એલર્ટ

હવામાન વિભાગે વરસાદ વિશે જારી કર્યુ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતના અમુક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યુ છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ શનિવારે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છવાળા ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે અંદમાન-નિકોબાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે.

12 રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

12 રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગે ઝારખંડ અને ઓડિશામાં ઝડપી પવન સાથે વરસાદ અને વિજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. અરબ સાગર પાસેના વિસ્તારોમાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એવામાં ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વીડિયોમાં વહુને ઢસડતા દેખાયા રિટાયર્ડ જજ, પહેલા દીકરાએ મારી પછી ઢસડીઆ પણ વાંચોઃ વીડિયોમાં વહુને ઢસડતા દેખાયા રિટાયર્ડ જજ, પહેલા દીકરાએ મારી પછી ઢસડી

ગુજરાત અને મહારાષ્ટ્રમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ

દિલ્લી અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો શનિવારે આકાશમાં વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. વળી, અમુક વિસ્તારોમાં ઝડપી પવાન સાથે હળવો વરસાદ પણ થશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયલ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર માટે પણ એલર્ટ જારી કર્યુ છે. જેમાં ગુજરાત, છત્તીસગઢ, અસમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં વરસાદના અણસાર જતાવવામાં આવ્યા છે. આ પહેલા કાલે હવામાન વિભાગે યુપીના 16 જિલ્લામાં ભારે વરસાદ માટે ચેતવણી જારી કરી હતી.

English summary
alert: imd forecast of heavy rain in gujarat, maharashtra odisha bihar and uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X