For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો, 7 જિલ્લામાં અલર્ટ જાહેર

ઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો, 7 જિલ્લામાં અલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દક્ષિણ ચીનમાં ચક્રવાતી તોફાનને પગલે ઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને પગલે ઓરિસ્સા રાજ્ય સરકારે 7 જિલ્લામાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે. આ બાબતે રાજ્ય સરકારના રાજસ્વ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી ગુરુવારે એક એડવાયઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચક્રવાત પાબુક 3 જાન્યુઆરી 2019ના રોજ દસ્તક આપી શકે છે જો કે પૂર્વ દક્ષિણ પૂર્વ પોર્ટ બ્લેરથી લગભગ 1500 કિમી દૂર છે. એવામાં આ વાતની સંભાવના છે કે આ ચક્રવાત 6 જાન્યુઆરીએ સાંજે અંદામાન દ્વીપ પાર કરીને ઓરિસ્સા તરફ આવી શકે છે. અહીંથી થઈ આ ચક્રવાત 7-8 જાન્યુઆરીએ મ્યાનમાર તરફ જઈ શકે છે અને ત્યાંથી ચક્રવાત કમજોર પડી જશે.

cyclone

રાજ્યના જે 7 જિલ્લામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યાંના ડીએમને સ્પેશિયલ રિલીફ કમિશ્નરે નિર્દેશ આપ્યા છે કે તેઓ સતર્ક રહે અને સ્થિતિ પર નજર બનાવી રાખે. આ એલર્ટ બાલાસોર, ભદરક, જગતસિંગપુર, કેંદ્રપારા, પુરી, ગંજમ અને ખુર્દામાં જાહેર કરવાાં આવ્યું છે. જો કે આ ચક્રવાતને લઈ કોઈ નિશ્ચિત ચેતવણી માછીમારોને પણ આપવામાં આવી નથી. પરંતુ હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ઉંડાણ સુધી ન જવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તિતલી તોફાને રાજ્યમાં ભારે તબાહી મચાવી હતી.

પાછલા વર્ષ ઓક્ટોબર મહિનામાં તિતલી તોફાનને કારણે ઓરિસ્સામાં ભારે નુકસાન થયું હતું, હજારો ઘર બરબાદ થયાં હતાં, જ્યારે 65 લોકોના જીવ તોફાન ભરખી ગયું હતું. જે બાદ ચક્રવાત ગાજાના ડરથી પ્રદેશમાં અલર્ટ જાહેર કરવમાં આ્યું હતું જો કે આ વધુ ખતરનાક નહોતું, જેને કારણે મોટો ખતરો ટળી ગયો હતો.

આ પણ વાંચો- Live: અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી લંબાવાઈ

English summary
Alert issued in 7 districts of Odisha due to Pabuk cyclone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X