અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી લંબાવાઈ

દેશની રાજનીતિનું કેન્દ્ર રહેલી અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.

દેશની રાજનીતિનું કેન્દ્ર રહેલી અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે સુપ્રીમકોર્ટ આ મામલે આગળની સુનાવણી માટે નવી બેન્ચનું ગઠન કરીને નિર્ણય સંભળાવી શકે છે. વિવાદિત જમીન પર માલિકી હક અંગે આ મામલો ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલો મંદિર અને મસ્જિદ સાથે જોડાયેલો હોવાને કારણે આખા દેશની નજર તેના પર મંડાયેલી છે. જયારે બીજી બાજુ આરએસએસ અને વિશ્વ હિન્દૂ પરિષદ સતત મોદી સરકાર પર દબાણ કરી રહી છે કે આખો મામલો કોર્ટમાં લંબાતો હોવાને કારણે તેના પર અધ્યાદેશ લાવવામાં આવે.

supreme court

Jan 04, 2019, 12:23 pm IST

સુપ્રીમકોર્ટે આ મામલે રોજ સુનાવણીની માંગ કરતી વકીલ હરિનાથની અરજી રદ કરી.
Jan 04, 2019, 10:58 am IST

સુપ્રીમકોર્ટમાં કેસની સુનાવણી 60 સેકન્ડ સુધી થઇ, કોઈ પણ પક્ષે કોઈ પણ પ્રકારની દલીલ રજુ નહીં કરી
Jan 04, 2019, 10:56 am IST

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમકોર્ટે આગળની સુનાવણી 10 જાન્યુઆરી સુધી લંબાવી દીધી
Jan 04, 2019, 10:56 am IST

સુપ્રીમકોર્ટે કહ્યું કે આ મામલે આગળની સુનાવણી ત્રણ જજોની બેન્ચ કરશે
Jan 04, 2019, 10:52 am IST

ઘણા દિવસથી ભાજપના નેતાઓ, આરએસએસ અને હિન્દુવાદી સંગઠન અદાલતની બહાર કોઈ રસ્તો અપનાવીને મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે.
Jan 04, 2019, 10:51 am IST

અયોધ્યા મામલો સુપ્રીમકોર્ટમાં લંબાઈ રહ્યો છે તેની છેલ્લી સુનાવણી ઓક્ટોબર મહિનામાં થઇ હતી. ત્યારે અદાલતે આખા મામલાને જાન્યુઆરી મહિના સુધી લંબાવી દીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X