આ ગ્રહ પર હોઈ શકે છે એલિયન, ઈસરોનું આવનારૂ મિશન બહુ જલ્દી રાઝ પરથી પરદો હટાવશે
દુનિયાભરના વૈજ્ઞાનિકો બ્રહ્માંડમાં એલિયનની હાજરીને લઈને સતત રિસર્ચ કરી રહ્યા છે. આ ક્રમમાં હવે બહુ જલ્દી ભારત પણ પોતાના એક મિશનથી એલિયનની હાજરી વિશે ઘણા રાઝ ખોલવા જઈ રહ્યું છે.
ચંદ્ર પર ફતેહ બાદ હવે ઈસરેએ ADITYA L-1 મિશન અને શુક્રયાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. હવે ભારત ઘણા વર્ષોથી ચાલી રહેલી એલિયન્સની વાર્તાઓના રહસ્યોને ઉકેલવા તરફ આગળ વધી રહ્યું છે. આ માટે ISRO ટૂંક સમયમાં શુક્ર પર પોતાનું મિશન મોકલવા જઈ રહ્યું છે.

ISRO 2025 સુધીમાં શુક્ર પર મિશન મોકલવા તૈયારી કરી રહ્યું છે. આ ગ્રહના ઘણા રહસ્યો હજુ બહાર આવવાના બાકી છે. ભારતનું શુક્રયાન ઘણા રહસ્યો ઉકેલી શકે છે. ભારતનું આ અવકાશયાન શુક્ર પર ઉતરશે નહીં પરંતુ ઓરબીટમાં ફરીને રહસ્યો ઉકેલશે.
જણાવી દઈએ કે, શુક્ર એક ગરમ ગ્રહ છે. અગાઉ નાસાએ તેનું લેન્ડર શુક્ર પર ઉતાર્યું ત્યારે તે લેન્ડિંગ પછી તરત જ પીગળી ગયું હતું. અહીં તાપમાન 400 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. આ ગ્રહ પર જ્વાળામુખી સતત ફાટતા રહે છે અને લાવા વહે છે.
બીજી તરફ ચંદ્ર કે મંગળને લઈને એક વાત સાફ છે કે ક્યાં કોઈ જીવની હાજરી નથી. ઘણા દેશોએ તેના પર તેમના મિશન મોકલ્યા છે અને અવકાશયાત્રીઓ પણ લેન્ડ કરી ચુક્યા છે. શુક્ર ગ્રહને લઈને સસ્પેન્સ યથાવત છે.
આની પાછળનું કારણ અહીંના વાદળોમાં રહેલ ફોસ્ફાઈન ગેસ છે. એવું માનવામાં આવે છે કે આ ગેસ બેક્ટેરિયામાંથી ઉદ્ભવે છે, તેથી અહીં કોઈ જીવસૃષ્ટિ હોવાની શક્યતા છે. આ પછી, શુક્ર ગ્રહને લઈને વિવિધ થિયરીઓ લામે આવી રહી છે.
નાસાએ 1962માં પ્રથમ વખત શુક્ર પર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ભારત હવે શુક્ર પર પોતાનું અવકાશયાન મોકલનાર ચોથો દેશ બની જશે. ISROનું ઓર્બિટર શુક્રની આસપાસ ફરશે અને માહિતી એકત્રિત કરશે.












Click it and Unblock the Notifications
