For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાયલ તડવી આત્મહત્યા મામલે 3 ડૉક્ટરની ધરપકડ, કરતા હતા જાતિસૂચક ટિપ્પણી

મુંબઈના નાયર હોસ્પિટલમાં એક 23 વર્ષની મેડીકલ વિદ્યાર્થી પાયલ તડવીએ આત્મહત્યા કરી લીધી. ગાયનેકોલોજીસ્ટ અને ઑબ્સટ્રેટિક્સ ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ યરની વિદ્યાર્થીનીની માએ તેના સીનિયર ડૉક્ટર્સ પર રેગિંગ અન

|
Google Oneindia Gujarati News

હાલમાં જ મુંબઈના નાયર હોસ્પિટલમાં એક 23 વર્ષની મેડીકલ વિદ્યાર્થી પાયલ તડવીએ આત્મહત્યા કરી લીધી. ગાયનેકોલોજીસ્ટ અને ઑબ્સટ્રેટિક્સ ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ યરની વિદ્યાર્થીનીની માએ તેના સીનિયર ડૉક્ટર્સ પર રેગિંગ અને જાતિસૂચક ટિપ્પણીઓનો આરોપ લગાવ્યો હતો. પોલિસે આ ત્રણે ડૉક્ટરો હેમા આહુજા, ભક્તિ આહિર અને અંકિતા ખંડેલવાલ સામે કેસ ફાઈલ કર્યો છે. ત્રણે સામે એસસી-એસટી એક્ટ હેઠળ એફઆઈઆર ફાઈલ કરી છે.

આ પણ વાંચોઃ મલાઈકા સાથેના સંબંધો પર ખુલીને સામે આવ્યા અર્જૂનઃ કંઈ ખોટુ નથી કરી રહ્યા તો કેમ છૂપાવીએઆ પણ વાંચોઃ મલાઈકા સાથેના સંબંધો પર ખુલીને સામે આવ્યા અર્જૂનઃ કંઈ ખોટુ નથી કરી રહ્યા તો કેમ છૂપાવીએ

વધુ કામકાજને રેગિંગનું નામ આપવામાં આવી રહ્યુ

વધુ કામકાજને રેગિંગનું નામ આપવામાં આવી રહ્યુ

આ ઉપરાંત આત્મહત્યા માટે ઉકસાવવા અને મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઑફ રેગિંગ એક્ટ 1999 હેઠળ પણ ત્રણે પર આઈપીસીની કલમો લગાવવામાં આવી છે. તેમને બુધવારે અદાલતમાં હાજર થવાનુ છે. પોલિસે મંગળવારે ડૉ. ભક્તિ આહિરની ધરપકડ કરી છે જ્યારે ડૉ. હેમા આહુજા અને ડૉ. અંકિતા ખંડેલવાલ ભાગી ગઈ હતી. જો કે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ત્રણે આરોપી ડૉક્ટરોએ મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસીડન્ટ ડૉક્ટર્સ (MARD) ને પત્ર લખીને આરોપોને ફગાવી દીધા છે અને કહ્યુ કે જો વધુ કામકાજને રેગિંગનું નામ આપવામાં આવે તો અમારા બધાની રેગિંગ થઈ છે.

સમય પર હોસ્પિટલ પ્રશાસને ન બતાવી ગંભીરતા

સમય પર હોસ્પિટલ પ્રશાસને ન બતાવી ગંભીરતા

રેસિડન્ટ ડૉક્ટર પાયલની મા અબેદા તડવીએ આરોપ લગાવ્યો કે, ‘જો હોસ્પિટલ પ્રશાસને આ કેસમાં થોડી સંવેદનશીલતા બતાવી હોત તો આજે મારી દીકરી જીવતી હોત.' સુસાઈડ કરવાના અમુક કલાકો પહેલા પાયલે પોતાની મા અબેદાને કહ્યુ હતુ કે, ‘તે પોતાના સીનિયરોની હેરાનગતિ સહન કરી શકી નહિ.' વળી પાયલના પિતા સલીમે કહ્યુ કે, ‘શરૂના છ મહિના બરાબર હતા. સીનિયર્સ અને જૂનિયર્સ વચ્ચે હળવી રકઝક થયા કરે છે પરંતુ પાયલે ક્યારેય વિચાર્યુ નહોતુ કે તેને આટલી હેરાન કરવામાં આવશે.'

રિઝર્વ કોટાથી એડમીશન માટે મારતા હતા ટોણા

રિઝર્વ કોટાથી એડમીશન માટે મારતા હતા ટોણા

પાયલના પિતાએ આગળ જણાવ્યુ કે, ‘2018માં જ્યારે તેની સાથે આ બધુ થયુ તો તેણે આ વિશે અમને જણાવ્યુ. ત્યારબાદ અમે તેના પતિ ડૉ. સલમાન સાથે વાત કરી અને સલમાને કહ્યુ કે આ બધુ થતુ રહે છે અને પાયલે તેને નજરઅંદાજ કરવુ જોઈએ. રિપોર્ટ મુજબ પાયલે આ બધુ નજરઅંદાજ કરવાની કોશિશ કરી પરંતુ સીનિયર્સે તેને હેરાન કરવાનુ બંધ ન કર્યુ. આરોપી છોકરીઓ ઘણી વાર કાસ્ટ અને રિઝર્વ કોટા દ્વારા મેડીકલમાં થયેલા તેના એડમિશન વિશે તેને ટોણા મારતી રહેતી હતી.'

English summary
all 3 accused of payal tadvi case has been arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X