ખુર્શીદે કેમ્પના પુરાવા રજૂ કરતા, કેજરીવાલની હવા નીકળી

કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ અને તેમના પત્ની લુઇસ ખુર્શીદના મૌલાના આઝાદ ટ્રસ્ટમાં વિક્લાંગોને સહાયના નામે પૈસા પડાવવાનો પર્દાફાશ એક ખાનગી ટીવી ચેનલે કર્યો હતો. આ મુદ્દાને પકડીને અરવિંદ કેજરીવાલે સલમાન ખુર્શીદનું રાજીનામુ માંગ્યું હતુ.
પ્રેસ કોન્ફરન્સમાં ખુર્શીદે પર્દાફાશ કરનાર ચેનલ આજતક અને ઇન્ડિયા ટુડે ગ્રુપને બોલાવ્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે હું રસ્તે ચાલતા કોઇને પણ જવાબ આપવા માટે બંધાયેલો નથી. આમ છતાં તેઓ ખુલાસા માટે આવવા માંગતા હોય તો હું તેમને આવકારું છું. હું કોઇના પ્રશ્નોનો જવાબ આપવા નથી આવ્યો.
સલમાન ખુર્શીદે જણાવ્યું કે "હું સાબિત કરવા સક્ષમ છું કે મુખ્ય મુદ્દો ખૂબ સ્પષ્ટ છે. મુખ્ય મુદ્દો એ છે કે 71 લાખ રૂપિયા મારા ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા. તે યુપીમાં કેમ્પ માટે અપાયા હતા અને કેમ્પ યોજાયા ન હતા. આની સાથે સંકળાયેલો બીજો મુદ્દો એ છે કે આજતક અને ઇન્ડિયા ટુડેને એક ખાસ હિસ્સો વારંવાર ચલાવવા માટે જણાવાયું હતું."
તેમણે જણાવ્યું કે "લગભગ 8 કે 9 ઑક્ટોબરે અમને ઇન્ડિયા ટુડે ગ્રુપના અરૂણ પુરી તરફથી પત્ર દ્વારા સંપર્ક કરાયો. જેમાં ટ્રસ્ટ સંબંધિત કેટલાક ડોક્યુમેન્ટ તેમની પાસે હોવાનું જણાવાયું હતું. જેમાં યુપીની એક વ્યક્તિની એફિડેવિટ હતી. એ વ્યક્તિ આજે એફિડેવિટ કરવાની ના પાડે છે."
ખુર્શીદે કહ્યું "મારે કહેવું છે કે આ મુદ્દામાં મેનપુરીમાં જે બી સિંગે કેમ્પ યોજ્યો હતો તેના ફોટોગ્રાફ્સ પણ છે. જે પી સિંગ ત્યારે સંચાલક હતા. તેમાં વિકલાંગોને સાધાન આપવામાં આવ્યા હોવાનું પણ દર્શાવ્યું છે. આ ફોટોગ્રાફ મોર્ફ કરાયેલાં છે. આ 17-7-2010ના ફોટોગ્રાફ્સ છે. આ ફોટોગ્રાફ્સ જોઇને તમારે પ્રથમ નિર્ણય લેવાનો છે કે વાસ્તવિકતા શું છે? 28 જુલાઇ, 2010નો દૈનિક જાગરણનો પણ રિપોર્ટ છે. એક કેમ્પનું ઉદઘાટન મેં જાતે કર્યું હતું."
તેમણે કહ્યું, "મારી પાસે અહીં ત્રણ વ્યક્તિઓ છે જે તમને કહી શકશે કે કેમ્પ યોજાયા હતા. આપ પી સિંગ - બુંલંદ શહેર, અજય શુક્લા - બરેલી વગેરેએ કેમ્પ યોજ્યા હતા. અમારી પાસે કોણે કેમ્પ યોજ્યા હતા તેમનું સંપૂર્ણ લિસ્ટ છે."
ખુર્શીદે આગળ જણાવ્યું કે "બીજો મુદ્દો કેગ રિપોર્ટનો છે. આ ટ્રસ્ટના સ્થાપક મારા માતા - પિતા છે. જેઓ વધતી ઉંમરને કારણે બધે જઇ શકે એમ નથી. મારી બહેનો છે જે ધ્યાન રાખી શકે એમ નથી. યુટિલાઇઝેશન સર્ટિફિકેટ પણ છે."
આ અંગે તેમએ જણાવ્યું કે આ મુદ્દે દિલ્હી કોર્ટમાં આજતક અને ઇન્ડિયા ટુડે સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે જે અંગેનો ચૂકાદો ટૂંક સમયમાં આવશે. કારણ કે અમારી પાસે બીજો વિકલ્પ ન હતો. આવનારા બે દિવસમાં બીજા કેસ પણ દાખલ કરવામાં આવશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
