પંજાબના તમામ જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી કરાઇ, જનહિતમાં લેવાયો નિર્ણય
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારની ઉમદા કામગીરીનું ઉદાહરણ બની રહી છે. સરકારે ભ્રષ્ટાચાર પર લગામ કસવા તેમજ જનકલ્યાણને ધ્યાનમાં રાખીને ઘણા એતિહાસિક નિર્ણયો લીધા છે. જેનાથી ગેરકાનુની ગતિવિધીઓમાં પણ ઘટાડો થયો છે.
જલંધર : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારની ઉમદા કામગીરીનું ઉદાહરણ બની રહી છે. સરકારે ભ્રષ્ટાચાર પર લગામ કસવા તેમજ જનકલ્યાણને ધ્યાનમાં રાખીને ઘણા એતિહાસિક નિર્ણયો લીધા છે. જેનાથી ગેરકાનુની ગતિવિધીઓમાં પણ ઘટાડો થયો છે. હવે માન સરકારે ફરીથી એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલો છે.

આ આદેશ મુજબ હવે રાજ્યના તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર્સની એક સપ્તાહ માટે બદલી કરવામાં આવી છે. કમિશનર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પંજાબ અભિનવ ત્રિખા દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, જિલ્લા આરોગ્ય અધિકારી અને ખાદ્ય સુરક્ષા અધિકારીઓને 19 થી 26 ઓક્ટોબર દરમિયાન તેમના પોસ્ટ કરાયેલા જિલ્લામાંથી બદલીને અન્ય જિલ્લામાં પોસ્ટ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન અધિકારીઓ ત્યાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ ભરશે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અને ભ્રષ્ટાચારને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, આનાથી ભ્રષ્ટાચાર અટકાવવામાં પણ મદદ મળશે.












Click it and Unblock the Notifications
