For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-જેડીએસના 20 લિંગાયત આજે પલટી શકે છે પાસું, જાણો કારણો

કર્ણાટક સરકાર ગઠનનો આજે ઘણો મહત્વનો દિવસ છે. સુપ્રિમ કોર્ટે યુદિયુરપ્પા સરકારને આજે સાંજે 4 વાગે વિધાનસભાની અંદર પોતાનો બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક સરકાર ગઠનનો આજે ઘણો મહત્વનો દિવસ છે. સુપ્રિમ કોર્ટે યુદિયુરપ્પા સરકારને આજે સાંજે 4 વાગે વિધાનસભાની અંદર પોતાનો બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. એવામાં યેદિયુરપ્પા સામે સૌથી મોટી ચુનોતી એ છે કે કેવી રીતે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરે છે. જો કે તેમણે દાવો કર્યો છે કે તે વિધાનસભામાં 101 ટકા પોતાનો બહુમત સાબિત કરશે પરંતુ કોંગ્રેસે તેમનો દાવો ફગાવી દેતા કહ્યુ કે તેમની પાસે 116 ધારાસભ્યો છે માટે તેમની જ સરકાર પ્રદેશમાં બનશે. આ તમામ રાજકીય ઉલટપલટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસની અંદર 20 લિંગાયત ધારાસભ્યો પર દરેકની નજર રહેશે.

ક્રોસ વોટિંગમાં મહત્વની ભૂમિકા

ક્રોસ વોટિંગમાં મહત્વની ભૂમિકા

કોંગ્રેસ અને જેડીએસની અંદર કુલ 20 લિંગાયત ધારાસભ્યો છે. આ ધારાસભ્યો પર આજે દરેકની નજર રહેશે કે આ બધા ધારાસભ્ય મળીને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને પોતાનો મત આપે છે કે પછી ભાજપને આપે છે. ભાજપને એ વાતને ભરોસો છે કે આ બધા લિંગાયત ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે અને તેમની સરકારને બચાવશે. આ ધારાસભ્યો સામે પણ એ મોટી ચુનોતી એ છે કે જ્યારે વિધાનસભામાં વિશ્વાસનો મત નાખવામાં આવશે તો તે કોના ફાળે જશે.

સરળ નહિ રહે યુદિયુરપ્પાની વિરોધમાં જવુ

સરળ નહિ રહે યુદિયુરપ્પાની વિરોધમાં જવુ

વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન આ ધારાસભ્યોના મનમાં એ જરૂર હશે કે તેમના નિર્ણય બાદ તેમનું રાજકીય ભવિષ્ય શું હશે. જો તે ધારાસભ્યો યેદિયુપ્પાનો સાથ ના આપે તો સંભવ છે કે આવનારા સમયમાં લિંગાયત સમાજ તેમને આની સજા આપે કારણકે યેદિયુરપ્પાને લિંગાયતના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. એવામાં જો ધારાસભ્યો તેમને પોતાનું સમર્થન ના આપે તો તેમના પર એવો દોષ આવશે કે તેમણે લિંગાયતના સૌથી મોટા નેતાને મુખ્યમંત્રી બનતા રોક્યા.

2019 નું પણ ધ્યાન રાખવાનું રહેશે

2019 નું પણ ધ્યાન રાખવાનું રહેશે

કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન લિંગાયતનો મુદ્દો કોંગ્રેસ માટે ઘણો ભારે પડ્યો અને પક્ષના ચાર મોટા ઓને ચૂંટણીમાં નેતાઓને હારનો સામનો કરવો પડ્યો. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીના શપથ લીધા બાદ તમામ ધારાસભ્યોને અપીલ કરી હતી કે તે પોતાની અંતર્આત્માનો અવાજ સાંભળે અને શનિવારે પોતાનો મત આપે. આ નેતાઓના મગજમાં 2019નું લોકસભા ચૂંટણી પણ હશે. એવામાં જો તે ધારાસભ્યો યેદિયુરપ્પાની વિરોધમાં મત આપશે તો તેનું પરિણામ તેમણે ભોગવવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસમાં કુલ 18 લિંગાયત ધારાસભ્યો છે જ્યારે જેડીએસ પાસે 2 લિંગાયત ધારાસભ્યો છે.

English summary
all eyes on 20 lingayat mlas of congress jds ahead of crucial floor test in karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X