છ મહિનામાં દરેક શાળામાં ટોયલેટની સુવિધા હોવી જોઇએ: સુપ્રિમ કોર્ટ

ન્યાયાધિશ કે. એસ. રાધાક્રિશ્નનની બેંચે છ મહિનાનો સમયગાળો આપીને કેન્દ્ર અને રાજ્ય સરકારને ફરમાન જારી કર્યુ હતું કે તેઓ નક્કર પગલાં ભરીને દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે. બેંચે જણાવ્યું હતું કે અપાયેલા સમયગાળામાં આ કાર્ય પૂર્ણ થઇ જવું જોઇએ.
આ પહેલાં સર્વોચ્ચ અદાલતે 18 ઓક્ટોબર 2011ના રોજ દરેક સરકારી શાળામાં ખાસ કરીને છોકરીઓ માટે ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો હતો.
સંશોધનમાં એ વાત સામે આવી છે કે જે શાળાઓમાં ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી ત્યાં વાલીયો પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી. ખાસ કરીને આનાથી બાળકીયો શિક્ષણથી વંચિત રહી જાય છે. જે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન છે.












Click it and Unblock the Notifications
