For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ધોળા દિવસે વકીલની ગોળી મારી હત્યા

અલ્હાબાદ સૌથી ભીડવાળા વિસ્તાર મોહન પાર્ક કટરા ચોક પાસે એક વકીલની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ સૌથી ભીડવાળા વિસ્તાર મોહન પાર્ક કટરા ચોક પાસે એક વકીલની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. વકીલ લોહીથી લથપથ રસ્તા પર તડપતો રહ્યો પરંતુ કોઈ પણ તેની મદદ કરવા માટે આગળ આવ્યું નહીં. લોકો વીડિયો બનાવતા રહ્યા, અફસોસ કરતા રહ્યા, કાનૂન અને સરકાર પર સવાલ ઉઠાવતા રહ્યા. પરંતુ મદદ કરવા માટે કોઈ પણ સામે આવ્યું નહીં. લોહીથી ખરડાયેલા વકીલની મદદ કરવામાં આવતી અને તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.

અલ્હાબાદ જિલ્લા કોર્ટના એડવોકેટ

અલ્હાબાદ જિલ્લા કોર્ટના એડવોકેટ

માહિતી અનુસાર, અલ્હાબાદ જિલ્લા કોર્ટના એડવોકેટ રાજેન્દ્ર શ્રીવાસ્તવ ગુરુવારે તેમના નિવાસસ્થાનથી અદાલતમાં જઈ રહ્યા હતા. દરમિયાન, કેટલાક બદમાશો ઘ્વારા તેમને ગોળી મારી, જેથી તેમના સ્થળે મૃત્યુ પામ્યા હતા. આ ઘટના કર્નલના મનમોહન પાર્ક વિસ્તારની નજીક થઈ હતી.

હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી

હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી

હત્યા કેમ કરવામાં આવી અને કોણે આ ગંભીર ગુનાને અંઝામ આપ્યો છે તેના વિશે હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી. આખા મામલાની ગંભીરતા જોઈને ચોકીની પોલીસ અને પોલીસના ઉપરી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટના પછી ગુસ્સે થયેલા વકીલો ઘ્વારા ઉર્ગ વિરોધ શરૂ કરવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ વકીલો ઘ્વારા ડીએમ ઓફિસ બહાર એક બસને આગ પણ લગાવી દેવામાં આવી.

કોઈ પણ એડવોકેટની મદદ માટે આગળ આવ્યું નહીં

કોઈ પણ એડવોકેટની મદદ માટે આગળ આવ્યું નહીં

ગોળી વાગતા જ એડવોકેટ રસ્તા પર લોહીલુહાણ થઈને પડી ગયા અને તડપવા લાગ્યા. અચરજની વાત છે કે આસપાસ ઘણી દુકાનો છે હજારો લોકો ત્યાંથી પસાર થાય છે. પરંતુ કોઈ પણ મદદ માટે આગળ આવ્યું નહીં. માનવતા માટે પણ કોઈએ મદદ કરવી જોઈતી હતી. પરંતુ કોઈ પણ એડવોકેટની મદદ માટે આગળ આવ્યું નહીં અને તેની મૌત થયી.

English summary
Allahabad after murder of lawyer rajendra srivastava no one helps him people shoot him death video only
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X