For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે UPSCમાં અનામત વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનવણી

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 22 જુલાઇ : ઉત્તરપ્રદેશમાં સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનમાં અનામતના નવા કાયાદા વિરુદ્ધ આજે અલ્હાબાદ હાઇ કોર્ટમાં સુનવણી થવાની છે. યુપીએસસીમાં અનામતના નિયમોની વિરુદ્ધ 15 જુલાઇના રોજ અલ્હાબાદમાં વિદ્યાર્થીઓએ જબરદસ્ત તોડફોડ, પત્થરમારો અને આગ ચાંપીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ અંદાજે 100 ગાડીઓ સળગાવી દીધી હતી.

આ અંગે સત્તાવાળાઓનું કહેવું છે કે અનામતની વિરુદ્ધ હિંસા આચરનારા વિદ્યાર્થીઓ સામે એનએસએ લગાવવામાં આવશે. આ દરમિયાન અનમત વિરોધી આંદોલન સામે નિપટવા માટે શહેરમાં ત્રણ હજારથી વધારે પોલીસ, પીએસી અને આરએએફના જવાન નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે અનેક માર્ગો પર બેરિકોડિંગ કરવામાં આવી છે. અગમચેતીના પગલા રૂપે કોર્ટે સુરક્ષા વધારવામાં આવી છે.

allhabad-high-court

આ ઉપરાંત શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ સાથે બધી જ શાળા કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અનામતના કાયદા અનુસાર 50 ટકા સીટો અનામત કરી શકાય છે. જો કે યુપી સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશને એવા નિયમ બનાવી દીધા છે કે અનામતના દાયરામાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા જો વધારે હોય છે તો તેમને જનરલ કેટેગરીમાં મોકલવામાં આવે છે. આવામાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો આરોપ છે કે નવા કાયદાથી અનામત 50 ટકાથી વધીને 70 ટકા થઇ જાય છે.

English summary
Allahabad HC to hear plea against reservations in UPSC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X