વાઢેરા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી મંજૂર, 21મીએ સુનાવણી

કેજરીવાલે મંગળવારે મીડિયા સમક્ષ કેટલાક કાગળો રજૂ કર્યા હતા તે મુજબ ગુડગાંવમાં 30 એકર જમીન પર હોસ્પિટલ બનાવવાની હતી પરંતુ હરિયાણા સરકારે જમીન પર નોટિફિકેશન જાહેર કરી દિધી જેના કારણે જમીન પર ડીએલએફનો કબજો થઇ ગયો અને આ બધુ રોબર્ટ વાઢેરાના ઇશારા પર થયું તેમને પણ આ ડીલમાં નફો મેળવ્યો છે. તે આ કેસમાં 50 ટકા ભાગીદાર હતા. એટલું જ નહી વાઢેરા હંમેશા સોનિયા ગાંધીના જમાઇ હોવાનો ફાયદો ઉઠાવ્યો છે ત્યારે તો તેમની સંપત્તિ પાંચ લાખમાંથી 300 કરોડ થઇ ગઇ.
કેજરીવાલ બાદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલાએ પણ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમને પણ શંકા વ્યક્ત કરી છે કે વાઢેરાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરી ગુડગાંવને અડીને આવેલા મેવાત વિસ્તારની મૂલ્યવાન જમીનમાંથી મોટો નફો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ અને હરિયાણા સરકારે કેજરીવાલના બધા જ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે.












Click it and Unblock the Notifications
