For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનના જોખમથી અલાહાબાદ હાઈકોર્ટ પણ ચિંતિત, ચૂંટણી ટાળવાની પીએમને કરી અપીલ

દેશમાં જે રીતે એક વાર ફરીથી કોરોના સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે તેને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ દેશમાં જે રીતે એક વાર ફરીથી કોરોના સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે તેને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીને થોડા મહિના ટાળવા માટે પણ ચૂંટણી આયોગને અપીલ કરી છે. સાથે જ હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વાત પર વિચાર કરવા માટે કહ્યુ છે. અલાહાબાદ હાઈકોર્ટે રાજકીય પક્ષોને પણ અપીલ કરી છે કે તે ચૂંટણી પ્રચાર માટે રેલીઓ ના કરે અને ટીવી તેમજ સમાચાર પત્રોના માધ્યમથી જ પ્રચાર કરે.

allahabad high court

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટીસ શેખર કુમાર યાદવે આ વાત આરોપી સંજય યાદવની જામીન અરજીનો સ્વીકાર કરવા દરમિયાન કરી. તેમણે કહ્યુ કે આજે હાઈકોર્ટમાં ચારસો કેસ સૂચિબદ્ધ છે. આ જ પ્રકારના કેસની સંખ્યા રોજ થાય છે. સુનાવણી દરમિયાન વકીલ નજીક ઉભા રહે છે અને કોરોના પ્રોટોકૉલનુ પાલન થતુ નથી. ઓમિક્રૉનનુ જખમ વધી રહ્યુ છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. એટલુ જ નહિ લગભગ છ હજાર કેસ સામે આવી રહ્યા છે. સતત સંક્રમણના કેસ વધી રહ્યા છે. ઘણા દેશો ચીન, નેધરલેન્ડ, આયરલેન્ડ, જર્મની, સ્કૉટલેન્ડે આંશિક લૉકડાઉન પણ લગાવી દીધુ છે. ગઈ લહેરાં દેશમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ગ્રામ પંચાયત ચૂંટણી, પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા.

નોંધનીય વાત એ છે કે યુપીમાં આવતા મહિને ચૂંટણીની તારીખોનુ એલાન થઈ શકે છે. રાજકીય દળો લાખોની ભીડ એકઠી કરી રહ્યા છે અને રેલીઓ કરી રહ્યા છે. એવામાં ત્રીજી લહેરનુ જોખમ સતત વધી રહ્યુ છે. જેને જોઈને હાઈકોર્ટે ચૂંટણી કમિશનને અનુરોધ કર્યો છે કે તે આ પ્રકારની રેલીઓ અને ભીડ એકઠી થવા પર રોક લગાવે. આ સંભવ ના હોય તો ચૂંટણીને એક-બે મહિના માટે ટાળી દે, જીવન રહેશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ થતી રહેશે. જીવનનો અધિકાર દેશના બંધારણમાં આર્ટિકલ 21માં પણ આપવામાં આવ્યો છે. પીએમ મોદીની પ્રશંસા કરીને કોર્ટે કહ્યુ કે તેમણે દેશમાં આટલુ મોટુ મફત રસીકરણ અભિયાન ચલાવ્યુ, અમારી તેમને અપીલ છે કે કડક પગલાં લે.

English summary
Allahabad High court appeals PM Modi and election commission to postpone election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X