For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલાહાબાદ હાઈકોર્ટેનો બકરી ઈદની કુરબાની પર મોટો આદેશ, ખુલશે સ્લોટર હાઉસ

બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અજહાના પર્વ નિમિત્તે મોટા જાનવરોની કુરબાની માટે હાઈકોર્ટમાં દાખલ યાચિકા પર સુનાવણી કરતા મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અજહાના પર્વ નિમિત્તે મોટા જાનવરોની કુરબાની માટે હાઈકોર્ટમાં દાખલ યાચિકા પર સુનાવણી કરતા મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે મોટા જાનવરોની કુરબાની માટે ત્રણ દિવસ સુધી સ્લોટર હાઉસ ખોલવામાં આવશે. હાઈકોર્ટે જિલ્લાધિકારી અલાહાબાદને નિર્દેશ આપ્યા છે કે 22 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી જાનવરોની કરબાની સ્લોટર હાઉસમાં થશે જેના માટે વ્યવસ્થા કરવામાં આવે.

allahabad high court

શું છે મામલો

બકરી ઈદના તહેવાર પર મોટા જાનવરોની કુરબાની માટે ગયા મહિને મુસ્લિમ સમાજના લોકો જિલ્લાધિકારી તેમજ શાસન પાસે સ્લોટર હાઉસ ખોલવાની માંગ કરી રહ્યા હતા. સતત બેઠકો અને ઘણા પ્રતિનિધિમંડળોએ મોટા અધિકારીઓ તેમજ સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી. જેના પર આશ્વાસન તો મળ્યુ હતુ પરંતુ હજુ સુધી કોઈ પહેલ શરૂ થઈ નહોતી. હવે જ્યારે બકરી ઈદનો તહેવાર નજીક હતો ત્યારે કોઈ રસ્તો ન દેખાતા મુસ્લિમ સમાજે લોકોને અલાહાબાદ હાઈકોર્ટની શરણ લીધી. જનહિત યાચિકા દાખલ કરતા સ્લોટર હાઉસ ખોલીને મોટા જાનવરોને સ્લોટર હાઉસ સુધી લઈ જવા તેમજ કુરબાની બાદ તેને ઘર સુધી લઈ જવા માટે મંજૂરી આપવાની માંગ કરી હતી. યાચિકામાં આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલિસ સુરક્ષાની માંગ પણ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે મુસ્લિમ સમાજને રાહત આપતા તેમની માંગ પૂરી કરવા માટે જિલ્લા અધિકારીને નિર્દશો આપ્યા છે.

આ પણ વાંચોઃ દેશમાં હર્ષોલ્લાસ સાથે 'બકરી ઈદ' ની ઉજવણી, પીએમ મોદીએ પાઠવી શુભકામનાઆ પણ વાંચોઃ દેશમાં હર્ષોલ્લાસ સાથે 'બકરી ઈદ' ની ઉજવણી, પીએમ મોદીએ પાઠવી શુભકામના

હાઈકોર્ટમાં શું થયુ

અલાહાબાદ હાઈકોર્ટમાં જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ દયાશંકર ત્રિપાઠીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી. કોર્ટમાં બકરી ઈદ પર હંમેશા અપીતી કુરબાની તરીકે જૂના સ્લોટર હાઉસના પુરાવા, ધાર્મિક કથા તેમજ જૂની માન્યતાઓની દલીલો કરવામાં આવી. કુરબાનીના ધાર્મિક મહત્વની આજીજી બાદ હાઈકોર્ટે સરકારનો પણમ પક્ષ જાણવા ઈચ્છ્યો અને કોઈ ઠોસ આપત્તિ ના હોવા બાદ હાઈકોર્ટે અલાહાબાદના સ્લોટર હાઉસમાં મોટા જાનવરોની કુરબાનીની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે યાચિકામાં કરેલી માંગ અનુસાર પોલિસ સુરક્ષા વ્યવસ્થા માટે નિર્દેશો આપ્યા છે.

English summary
allahabad high court big decision in bakrid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X