• search

પ્રેમનો ખતરનાક અંત, પ્રેમી યુગલને ગળુ કાપી નાખી કરી હત્યા

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  રોહતક, 19 સપ્ટેમ્બર: કહેવામાં તો પ્રેમ એક ખુશનુમા અનુભવ હોય છે. પ્રેમ માટે પ્રેમ યુગલ કોઇપણ હદ જવા માટે તૈયાર થઇ જાય છે, પરંતુ આજના યુગમાં પણ ભારતના કેટલાક સમુદાય પાપ સમજે છે. પોતાની ખોટી શાન અને ઇજ્જત માટે આ લોકો પ્રેમ પંખીડાને કાપી નાખતાં પણ વિચારતાં નથી. હરિયાણાથી શરૂઆતથી જ પ્રેમીપંખીડાઓની વિરૂદ્ધ છે. અહીંના કેટલાક ખાસ સમુદાય પ્રેમનો અંત કરવા માટે પોતાનાઓની હત્યા કરતાં અટકાતા નથી.

  હૉરર કિલિંગ માટે બદનામ હરિયાણાના રોહતકથી ખોટી ઇજ્જતના નામે ફરી એકવાર પ્રેમી યુગલોનું મર્ડર કરી દેવામાં આવ્યું. છોકરીના પરિવારવાળાઓએ પોતાની પુત્રીને પણ નથી છોડી અને બંનેની નિર્મમ હત્યા કરી દિધી. કેસ રોહતકના ગરનાવઠી ગામનો છે.

  પોલીસના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર અને નિધિ એકસાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા, બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પહેલાં તો પોતાના ઘરવાળાઓને તેમને પોતાના પ્રેમ માટે મનાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ જ્યારે ઘરવાળા માન્યા નહી તો તે બે દિવસ પહેલાં ઘર છોડીને ભાગી ગયા હતા. બંને ભાગીને દિલ્હી પહોંચ્યા, પરંતુ પ્રેમના દુશ્મનો છોકરીના ઘરવાળાઓએ તેમને દિલ્હીથી શોધી કાઢ્યા અને તેમને પરત ગામમાં લઇ આવ્યા.

  છોકરીના ઘરવાળાઓએ બંનેનું ગળું કાપીને હત્યા કરી દિધી. છોકરાનું માથું ધડથી અલગ કર્યા બાદ આ રાક્ષસોએ તેના માથાને તેના ઘરની સામે ફેંકી દિધું અને ધડને નજીકના જંગલમાં ફેંકી દિધું. તો બીજી તરફ પોતાની પુત્રીની હત્યા કર્યા બાદ તેનો અંતિમ સંસ્કાર કરવા લાગ્યા. બધુ બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ અંતિમ સંસ્કાર વખરે પોલીસ સ્મશાન પહોંચી ગઇ. પોલિસે ચિતાને ઓલવીને અડધી સળગેલી લાશને બહાર કાઢી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધી. કેસની ગંભીરતાને જોતાં પોલીસે તાત્કાલિક છોકરીના પિતાની ધરપકડ કરી લીધી.

  પ્રેમના આ ખૌફનાક અંત બાદ પોલીસે છોકરીના પરિવારજનો વિરૂદ્ધ કેસ દાખલ કરી દિધો છે. છોકરીના ઘરના બાકીના પરિવારજનો ફરાર થઇ ગયા છે. રોહતકના એસપી રાજેશ દુગ્ગ્લનું કહેવું છે કે આ હત્યાકાંડની તપાસ કરવામાં આવી રહી છે અને જાણવા મળ્યું છે કે આમાં કોણ-કોણ સામેલ છે. આરોપીઓની શોધખોળ માટે છાપેમારી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાપ પંચાયતના નિયમો અનુસાર એક જ ગામ અથવા સમુદાયમાં લગ્ન કરવાની પરવાનગી નથી.

  English summary
  In a suspected case of honour killing, a couple have allegedly been lynched in Haryana. This came after they left their village to reportedly get married.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more