For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલોક વર્મા-અસ્થાનાને છુટ્ટી પર મોકલાયા, એમ નાગેશ્વરને CBI ચીફની જવાબદારી

સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે છેવટે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની છુટ્ટી કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે છેવટે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની છુટ્ટી કરી દેવામાં આવી છે. રાકેશ અસ્થાના ઉપર મોઈન કુરેશી મામલે લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને આ મામલે મુખ્ય આરોપી બનાવીને તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી. રાકેશ અસ્થાનાએ પોતાના ઉપર થયેલા કેસ બાદ સીબીઆઈના ડાયરેક્ટર સામે લાંચ લેવાના એક પછી એક ઘણા આરોપ લગાવ્યા હતા. સીબીઆઈના મોટા બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ બાદ છેવટે બંને અધિકારીઓની છુટ્ટી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ સતત સાતમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમતઆ પણ વાંચોઃ સતત સાતમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમત

લાંચ લેવાના આરોપમાં નવા સ્પેશિયલ ડાયરેક્ટર

લાંચ લેવાના આરોપમાં નવા સ્પેશિયલ ડાયરેક્ટર

જોવા જેવી વાત એ છે કે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની મંગળવારે છુટ્ટી કરવામાં આવી હતી. તેમની સામે આ કાર્યવાહી તે સમયે કરવામાં આવી હતી જ્યારે તેમની એસઆઈટી ટીમના સભ્ય દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ રાકેશ અસ્થાનાને તેમની બધી જવાબદારીઓમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દેવેન્દ્ર કુમાર પર આરોપ છે કે તેમને મોઈન કુરેશી મામલે રાકેશ અસ્થાના સામે ફરિયાદ કરનારા સતીષ બાબૂ સના પાસેથી ત્રણ કરોડ રૂપિયા લીધા હતા અને તથ્યોમાં ફેરબદલ કરી દીધી હતી. ત્યારબાદ તેમને સાત દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દેવાયા હતા.

ઘણા મહત્વના કેસો હતા અસ્થાના પાસે

ઘણા મહત્વના કેસો હતા અસ્થાના પાસે

સીબીઆઈ તરફથી મંગળવારે નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને તમામ જવાબદારીઓમાંથી તત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈમાં ક્લાસ 2 અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના ઘણા સંવેદનશીલ અને હાઈ પ્રોફાઈલ કેસોની તપાસ કરી રહ્યા હતા અને આ કેસોની તપાસ કરી રહેલ એસઆઈટીના પ્રમુખ હતા. આ કેસોમાં અગસ્તા વેસ્ટલેન્ડ, વીવીઆઈપી હેલીકોપ્ટર કેસ, વિજય માલ્યા કેસ, કોલસા કૌભાંડ સંબંધિત કેસ, રોબર્ટ વાડ્રા કેસ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડા સામે ભૂમિ અધિગ્રહણ કેસ, દયાનિધિ મારન સામેના કેસ મહત્વના છે.

રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો હતો હુમલો

રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો હતો હુમલો

તમને જણાવી દઈએ કે રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. લાંચ કાંડમાં તેમનું નામ આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા સીબીઆઈ પર સવાલ ઉભો કર્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈનો ઉપયોગ રાજકીય બદલા માટે કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે તમામ વિપક્ષી દળોએ પણ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. ત્યારબાદ સીબીઆઈના મોટા બે અધિકારીઓ સામે આ કાર્યવાહી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યુંઆ પણ વાંચોઃ યુવાનોમાં કુશળતા અને નોકરીનું પ્રમાણ વધ્યું

English summary
Alok Verma and Rakesh Asthana sent on leave M Nageswar Rao to be the new CBI Chief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X