For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશ કુમારની સાથે બે ડેપ્યૂટી સીએમ પણ શપથ લેશે, આ નેતાઓ મંત્રી બનશે

નીતિશ કુમારની સાથે બે ડેપ્યૂટી સીએમ પણ શપથ લેશે, આ નેતાઓ મંત્રી બનશે

|
Google Oneindia Gujarati News

પટનાઃ જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર આજે સાતમી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમ્યાન બિહારમાં નીતિશ સાથે કયા કયા નેતા મંત્રી પદના શપથ લેશે તે વાતને લઈ ગરમાગરમીનો માહોલ છે. એનડીટીવી મુજબ જેડીયૂના ખાતામાંથી નીતિશ કુમાર ઉપરાંત વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી, શીલા મંડલ અને મેવાલાલ ચૌધરી શપથ લઈ શકે છે. આજે પંદર લોકો શપથ લેશે. નીતિશ કુમાર ઉપરાંત ભાજપના કોટાથી બે નાયબ મુખ્યમંત્રી (તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી) શપથ લેશે. આ ઉપરાંત હમથી સંતોષ માંઝી અને વીઆઈપીથી મુકેશ મલ્લાહ શપથ લેશે. ભાજપના કોટાથી મંગલ પાંડે, જીવેશ મિશ્રા, રામપ્રીત પાસવાન, અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને રામસૂરત રાય શપથ લેશે.

nitish kumar

જ્યારે બીજી તરફ બિહારમાં નાયબ મુખ્યમંત્રીને લઈને પણ હજી સસ્પેન્સ બનેલું છે. સૂત્રો મુજબ ભાજપના ખાતામાંથી બે ડેપ્યૂટી સીએમ અને વિધાનસભા અધ્યક્ષનું પણ પદ આવ્યું છે. કટિહારથી ભાજપના ધારાસભ્ય તારકિશોર પ્રસાદ અને ભાજપી નેતા રેણુ દેવીને ડેપ્યૂટી સીએમ બનાવવા અને સુશીલ મોદીને કેન્દ્રીય મંત્રિમંડળમાં જગ્યા આપવાની ચર્ચા જોર પર છે.

નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં કેટલાય મોટા ભાજપી નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.

નીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યુંનીતિશ કુમારના શપથ ગ્રહણમાં સામેલ નહિ થાય તેજસ્વી યાદવ, આ કારણ જણાવ્યું

આ દરમ્યાન ભાજપી નેતા તારકિશોર પ્રસાદે એએઆઈને કહ્યું કે, 'ભાજપી નેતા રણુ દેવી બિહારમાં નાયબ મુખ્યમંત્રીના શપથ લેશે તેવા સંકેત છે.' જ્યારે ભાજપના નેતા રેણુ દેવીએ કહ્યું કે, 'આ બહુ મોટી જવાબદારી છે. જો લોકોએ અમને ચૂંટ્યા છે અને એનડીએ પર ભરોસો જતાવ્યો છે, તો અમે તેમની ઉમ્મીદોને પૂરી કરવા માટે મળીને કામ કરીશું.'

English summary
Along with Nitish Kumar, two deputy CMs will also be sworn in, these leaders will become ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X