For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્વર મોબ લિંચિંગ: સામે આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ગંભીર ખુલાસા

રાજસ્થાનના અલ્વરમાં ગાયોની તસ્કરી કરવાની શંકામાં ભીડની હિંસાનો શિકાર બનેલા રકબર ખાનની મૌતની ગુંજ સંસદ સુધી સંભળાઈ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના અલ્વરમાં ગાયોની તસ્કરી કરવાની શંકામાં ભીડની હિંસાનો શિકાર બનેલા રકબર ખાનની મૌતની ગુંજ સંસદ સુધી સંભળાઈ છે. વિપક્ષ ઘ્વારા સીધે સીધો કેન્દ્ર સરકાર અને ભાજપ પાર્ટી પર મોબ લિંચિંગ ઘટનાઓને બળ આપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં પોલીસની બેદરકારી સામે આવ્યા પછી રાજ્ય સરકાર ઉપર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. આ દરમિયાન રકબરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ચુકી છે, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

12 જગ્યાઓ પર ગંભીર ઇજાના નિશાન

12 જગ્યાઓ પર ગંભીર ઇજાના નિશાન

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અલ્વરમાં રકબર ખાનની મૌત સતત પીટાઈ થવાને કારણે થયી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રકબર ખાનના શરીર પર 12 જગ્યાઓ પર ગંભીર ઇજાના નિશાન મળ્યા. ભીડની પિટાઈને કારણે રકબરનો એક હાથ, એક પગ અને પાંસળીઓ તૂટી ગયી. પિટાઈને કારણે રકબર ખાનને ઊંડો સદમો લાગ્યો અને તેની મૌત થઇ ગયી.

પોલીસે માન્યું, ભૂલ થયી

પોલીસે માન્યું, ભૂલ થયી

અલ્વર મોબ લિંચિંગમાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે. સોમવારે રાજસ્થાનના સ્પેશ્યલ ડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે હાલત અનુસાર વસ્તુઓની પ્રાથમિકતા નક્કી કરવામાં ભૂલ કરી. સ્પેશ્યલ ડીજી એનઆરકે રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખા મામલે મૃતકને હિરાસતમાં પીટવાના કોઈ પુરાવા નથી મળ્યા. પરંતુ ઘટના વખતે પહેલા શુ કરવું જોઈએ તે નક્કી કરવામાં ભૂલ થયી. આખા મામલે બેદરકારી દાખવવા બદલ એએસઆઇ મોહન સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સુપ્રીમકોર્ટના જજ પાસે તપાસ કરાવવામાં આવે: કોંગ્રેસ

સુપ્રીમકોર્ટના જજ પાસે તપાસ કરાવવામાં આવે: કોંગ્રેસ

આ મામલે મંગળવારે સંસદમાં પણ હંગામો થયો. કોંગ્રેસ ઘ્વારા લોકસભામાં આખો મુદ્દો ઉઠાવતા મોબ લિંચિંગ માટે સુપ્રીમકોર્ટના જજ પાસે તપાસ કરાવવાની માંગ કરવામાં આવી. કોંગ્રેસ ઘ્વારા માંગ કરવામાં આવી કે આ હત્યાકાંડમાં દોષીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે. સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમે મોબ લિંચિંગ મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારના મંત્રી હત્યારાઓને માળા પહેરાવી રહ્યા છે.

English summary
Alwar Lynching: Postmortem Report of Rakbar Khan, Cause of Death Is Shock as Result of Ante Mortem Injuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X