For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં શામેલ થવાની અટકળો વચ્ચે અમિત શાહ બાદ અજીત ડોભાલને મળ્યા અમરિંદર સિંહ

પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલ ઉથલ-પાથલ વચ્ચે ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલ ઉથલ-પાથલ વચ્ચે ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. કેપ્ટને એક દિવસ પહેલા ડોભાલ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ સતત અટકળો લગાવવામાં આવી રહી છે કે અમરિંદર સિંહ ભાજપ જોઈન કરી શકે છે. વળી, બુધવારે અમરિંદર સિંહે અમિત શાહ સાથે મુલાકાત કરીને આ અટકળોને વધુ દ્રઢ બનાવી દીધી છે. આ બેઠકનુ મહત્વ એટલા માટે છે કારણકે અમરિંદર સિંહે પોતાના પત્તા ખોલ્યા નથી પરંતુ દાવો કર્યો હતો કે તેમણે રાજનીતિ છોડી નથી અને અંત સુધી લડશે.

Amarinder Singh

અમિત શાહ સાથે લગભગ 45 મિનિટ સુધી ચાલેલી પોતાની બેઠક બાદ અમરિંદર સિંહે કહ્યુ કે તે અમિત શાહને મળ્યા અને તેમને કેન્દ્ર અને ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચેના ગતિરોધને સમાપ્ત કરવા માટે તત્કાલ ઉપાય કરવાનો આગ્રહ કર્યો. એક ટ્વિટમાં અમરિંદર સિંહે કહ્યુ કે તેમણે દિલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી સાથે મુલાકાત કરી. કૃષિ કાયદા સામે લાંબા સમયથી ખેડૂતોના આંદોલન પર ચર્ચા કરી અને તેમને પાકમાં પંજાબનુ સમર્થન કરવા ઉપરાંત કાયદાઓને રદ કરવા અને એમએસપીની ગેરેન્ટી સાથે સંકટને તત્કાલ ઉકેલવાનો આગ્રહ કર્યો. આ સાથે નો ફાર્મર નો ફૂડ હેશટેગ સાથે લખ્યુ.

પંજાબમાં કોંગ્રેસને પાછુ પોતાનુ ઘર જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે કારણકે નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ તરીકેનુ પદ છોડી દીધુ છે. ત્યારબાદ, પંજાબના મુખ્યમંત્રી ચરણસિંહ ચન્નીના મંત્રીમંડળના ત્રણ મંત્રીઓએ સિદ્ધુ સાથે 'એકજૂટતામાં' પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ. બુધવારે સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પોતાના મંત્રીમંડળની બેઠક કરી.

English summary
Amarinder Singh meets Ajit Doval after Amit Shah amid speculations of joining BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X