અમરનાથ યાત્રા બસ અકસ્માત: મૃત્યુનો આંકડો 16, 19 ઇજાગ્રસ્ત

Written By:
Subscribe to Oneindia News

રવિવારે જમ્મુ-શ્રીનગર હાઇ-વે પરથી પસાર થઇ રહેલ અમરનાથ યાત્રાની બસ ખીણમાં પડી ગઇ હતી. આ દુર્ઘટનામાં 16 યાત્રાળુઓનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ બસ જમ્મુથી પહલગામ જઇ રહી હતી, તે દરમિયાન રામબન પાસે બપોરે લગભગ 2 વાગે આ દુર્ઘટના ઘટી હતી

amarnath yatra

આ યાત્રીઓને બચાવવા માટે પોલીસ તથા રાજ્ય સરકાર દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બસમાં 40થી 42 યાત્રીઓ હતા અને બસનો નંબર હતો JK 02Y 0594. આ ઘટનામાં 11 યાત્રીઓનું મૃત્યુ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને 19 લોકો ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે એરલિફ્ટ દ્વારા હોસ્પિટલ ખસેડાયા છે. હાલ મૃતકો કે ઇજાગ્રસ્તોની ઓળખાણ થઇ શકી નથી. કેન્દ્રિય ગુહમંત્રી રાજનાથ સિંહે પણ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે આ દુર્ઘટના સંદર્ભે સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

ગત સોમવારે જ રાત્રે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ આંતકીઓના નિશાને ચડ્યા હતા. આ આતંકી હુમલામાં 8 યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા અને 32થી વધુ ઘાયલ થયા હતા.

રામબનમાં દુર્ઘટનાગ્રસ્ત બસના યાત્રીઓને બચાવવા માટે હાથ ધરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો જુઓ અહીં..

English summary
11 dead after a bus carrying Amarnath Yatra pilgrims fell off the road on Jammu-Srinagar highway; rescue operation by Army underway.
Please Wait while comments are loading...