For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવિત્ર અમરનાથ યાત્રા પર આતંકીઓની નજર, એલર્ટ જારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જૂન : હિન્દુઓના પવિત્ર તીર્થયાત્રા અમરનાથ યાત્રા પર આતંકવાદીઓની નજર મંડરાઇ રહી છે. બર્ફાની બાબાના દર્શનમાં આતંકીઓ અડચણ નાખવાની કોશીશ કરી રહ્યા છે. સેનાના ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચિફ લેફ્ટનેન્ટ જનરલના ટી પરનાઇકે અમરનાથ યાત્રા પર આતંકીઓની નજરની વાત કરી છે.

જનરલે જણાવ્યું છે કે સેનાને આતંકવાદીઓ દ્વારા 28 જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રામાં વિક્ષેપ પાડવા માટે પ્રયત્ન કરવા અંગેની જાણકારી મળી છે. પરનાઇકે જણાવ્યું કે અમને ગુપ્ત જાણકારી પ્રાપ્ત થઇ છે. જેના અનુસાર આતંકવાદી આ પવિત્ર યાત્રામાં વિક્ષેપ પાડી શકે છે. જોકે તેમણે કહ્યું કે અંદાજો લગાવવો મુશ્કેલ છે કે આ પ્રકારની ધમકીઓ ક્યાંથી આવી રહી છે અને આતંકવાદી કયા પ્રકારે તીર્થયાત્રીઓ પર હુમલો કરવાની કોશિશ કરી શકે છે.

amarnath yatra
પરનાઇકે કહ્યું કે આ ગુપ્ત માહિતીના આધારે સેના જેહાદી હુમલાને જવાબ આપવા અને તેને રોકવાની તૈયારી કરી રહ્યું છે. તેમજ સેના આ જાણકારી અંગેની વાસ્તવિકતા તપાસવામાં લાગી છે.

સેનામાં અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સ્થાપિત 'ઓપરેશન' શિવ અંતર્ગત પણ બેઠકો કરવામાં આવી છે. આ પવિત્ર યાત્રા આ જ વર્ષે 28 જૂનના રોજથી શરૂ થવા જઇ રહી છે. આવામાં આ યાત્રા પર આતંકી હુમલાની જાણકારીથી પોલીસ અને સેના સ્તબ્ધ છે.

English summary
Lt General KT Parnaik said that The Army has received inputs that terrorists might try to disrupt the Amarnath Yatra scheduled to commence from June 28.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X