For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવભક્તોનો ઈંતેજાર ખતમ, બર્ફાની બાબાની પહેલી તસવીર સામે આવી

શિવભક્તોનો ઈંતેજાર ખતમ, બર્ફાની બાબાની પહેલી તસવીર સામે આવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા 2019માં બાબા બર્ફાનીના દર્શન ઈચ્છુક ભક્તોનો ઈંતેજાર આખરે ખતમ થયો છે. શિવ ભક્તો માટે ખુશખબરી છે. જણાવી દઈએ કે બાબા હવે પોતાના બર્ફાની રૂપમાં પૂરી રીતે આવી ગયા છે. બાબા બર્ફનીની આજુબાજુમાં બરફનું પડ જામી ચૂક્યું છે. એવામાં માનવામાં આવી રહ્યુ્ં છે કે આ વખતે અમરનાથ યાત્રા પહેલી જુલાઈથી શરૂ થશે અને તે સંપન્ન થશે ત્યાં સુધી બાબા બર્ફાની ભક્તોને દર્શન આપતા રહેશે. જણાવી દઈએ કે વર્ષમાં થોડા સમય માટે થનાર બાબા બર્ફાનીના દર્શન માટે ભારે ભીડ જામતી હોય છે.

યાત્રિઓ માટે આકરી સુરક્ષા વ્યવસ્થા

યાત્રિઓ માટે આકરી સુરક્ષા વ્યવસ્થા

અમરનાથની આ વર્ષની યાત્રા માટે એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડરની આજુબાજુ સુરક્ષાના પુખ્ત ઈંતેજામ કરવામાં આવ્યા છે. 46 દિવસની આ યાત્રા 15મી ઓગસ્ટે સમાપ્ત થશે. આ યાત્રા જમ્મૂ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ માર્ગ અને ગંદેરબલ જિલ્લાના નાના બાલટાલ માર્ગથી શરૂ થશે.

સુરક્ષાને લઈ બેઠક યોજાઈ

સુરક્ષાને લઈ બેઠક યોજાઈ

અમરનાથ જતા યાત્રિઓની સુરક્ષાને લોઈ પોલીસ, સેના, બીએસએફ, સીઆરપીએફ, કેન્દ્રીય સશસ્ત્ર બળની સંયુક્ત બેઠકમાં આઈબી, એલઓસી અને રાજમાર્ગ સહિત આંતરિક વિસ્તારોમાં સુરક્ષાના વિસ્તૃત ઉપાયો પર વાતચીત કરવામાં આવી છે. આ બેઠક પ્રબંધન અને સુરક્ષા ગ્રિડને મજબૂત કરવા માટે બોલાવવામાં આવી છે.

આધિકારીઓએ બુલેટ પ્રૂફ બંકરની માંગ કરી

આધિકારીઓએ બુલેટ પ્રૂફ બંકરની માંગ કરી

અહેવાલ છે કે સુરક્ષાને લઈ થયેલ આ બેઠકમાં સેનાના અધિકારીઓએ બુલેટ પ્રૂફ બંકરની માંગણી કરી છે. આ ઉપરાંત આધુનિક ઉપકરણો અને મશીનોની પણ માંગણી કરી છે.

જો તમે શિવભક્ત છો, તો ભોળેનાથ આ ભવ્ય મંદિરો વિશે માહિતી હોવી જોઈએ જો તમે શિવભક્ત છો, તો ભોળેનાથ આ ભવ્ય મંદિરો વિશે માહિતી હોવી જોઈએ

English summary
amarnath yatra will start from 1s july, here is the first pic of barfani baba
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X