For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાણી બંધુઓ આગામી દિવસોમાં કરોડોના કરાર કરશે

|
Google Oneindia Gujarati News

ambani-brothers
નવી દિલ્હી, 25 એપ્રિલ : દેશના અગ્રણી બિઝનેસ હાઉસ રિલાયન્સમાં બંને ભાઇઓ હવે સુલેહની દિશામાં આગળ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જિયો અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે ઈન્ટ્રા સર્કલ ફાઈબર સમજૂતી કરવાની છે. આ સમજુતી કરોડો રૂપિયાની હશે.

આ સમજૂતીનું મૂલ્ય રૂપિયા 3600થી 4500 કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોટા શહેરોમાં સંપૂર્ણ કનેક્ટિવિટી હાંસલ કરવાની દિશામાં આ બંને કંપનીનો કરાર મહત્વનું પગલું ગણાય છે.

ભારતભરમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સના 50,000 ટેલિકોમ ટાવર છે. રિલાયન્સ જિયો આ વર્ષના ડિસેંબરમાં પોતાની ટેલિકોમ સેવાઓ શરૂ કરે એવી ધારણા છે. તેને એના ચાર-પાંચ મહિના પૂર્વે ટાવર નેટવર્ક મેળવવાની જરૂર પડશે.

અંબાણી ભાઈઓએ આ જ મહિનાના આરંભમાં ઓપ્ટિક ફાઈબર નેટવર્કના ઉપયોગ માટેની સમજૂતી કરી હતી. મોટા ભાઈ મુકેશ અંબાણીએ તેમના મોબાઈલ વેન્ચર માટે અનિલની કંપનીના ઓપ્ટિક ફાઈબર નેટવર્કનો ઉપયોગ કરવા માટે સમજૂતી કરી હતી. બંને ભાઈ તેમના પિતાએ નિર્માણ કરેલા બિઝનેસ સામ્રાજ્યનું આઠ વર્ષ પહેલાં વિભાજન કરીને છૂટા પડ્યા હતા.

English summary
Ambani brothers sign new agreement in coming days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X