For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્બેસેડર બની વિશ્વની શ્રેષ્ઠ ટેક્સી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જુલાઇ : ઇન્ટરનેશનલ ઓટોમોટિવ પ્રોગ્રામ 'ટોપ ગિયર'માં એમ્બેસેડરને વિશ્વની બેસ્ટ ટેક્સી ગણાવી છે. એક સમયે એમ્બેસેડર કારનું ભારતીય કાર માર્કેટમાં મોટું નામ હતું. જો કે ત્યાર બાદ મારૂતિ સુઝુકી, હુન્ડાઇ, ટોયોટા અને હોન્ડા જેવી નવી કંપનીઓના આગમન બાદ તેની ચમક ઓછી થઇ ગઇ.

બીબીસી પર પ્રસારિત શૉમાં ટોપ ગિયરના કાર્યકારી નિર્દેશન રિચર્ડ હેમંડે દુનિયાભરની ટેક્સીઓ પર સર્વેક્ષણ કરાવ્યો હતો. જેમાં એમ્બેસેડરે સૌને પાછળ છોડીને નંબર વનનું સ્થાન મેળવ્યું હતું.

બ્રિટન સ્થિત મોટર સંગ્રાહક બ્લૂલિયૂએ એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દુસ્તાન એમ્બેસેડરે બ્રિટન, અમેરિકા, જર્મની, દક્ષિણ આફ્રિકા, મેક્સિકો તથા રશિયા જેવા દેશોની લોકપ્રિય ટેક્સીઓને પછાડી દીધી છે.

ambassador

હિન્દુસ્તાન એમ્બેસેડરની શરૂઆત બ્રિટનમાં મોરિસ ઓક્સફોર્ડના રૂપમાં થઇ હતી. ત્યાર બાદ નામ બદલીને તેને ભારતમાં રજૂ કરવામાં આવી અને તે સૌથી સ્થાયી વાહન બની ગઇ. સી કે બિરલા ગ્રુપની કંપની હિન્દુસ્તાન મોટર્સે 1948માં એમ્બેસેડર બનાવવાનું શરૂ કર્યું હતું.

ત્યાર બાદ 1980ના દાયકામાં મારૂતિના આગમન સુધી એમ્બેસેડર જ ભારતીય જનજીવનના પરિચારક બનીને સેવા આપતી રહી હતી. તે સરકારી કર્મચારીઓનું પણ સૌથી વધારે લોકપ્રિય વાહન હતું. નાણાકીય વર્ષ 2012-13માં તેનું વેચાણ ઘટીને માત્ર 3390 રહી ગયું છે.

English summary
Ambassador ranked the world's best taxi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X