અંબિકા સોની, મુકુલ વાસનિક અને સુબોધ કાંત સહાયનું પણ રાજીનામુ

આ ઉપરાંત સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી મહાદેવ ખંડેલાએ પણ શનિવારે પોતાનું રાજીનામુ આપી દીધું છે. આ સાથે કોંગ્રેસ દ્વારા આવતીકાલે રવિવારે થનારા કેબિનેટમાં ફેરફારના પગલે અત્યાર સુધી પાંચ મંત્રીઓના રાજીનામા પડી ચૂક્યા છે.
જે રીતે સરકારમાં ફેરફાર રાહુલ ગાંધીના હિસાબથી થઇ રહ્યું છે એવી જ રીતે સંગઠનમાં પણ તેમનું ખુબ ચાલશે એવું લાગી રહ્યું છે. વધારે સંભાવના એ છે કે રાહુલ ગાંધીને પાર્ટીમાં નંબર બેની અધિકારીકતા આપવામાં આવે.
આ પહેલા કેન્દ્રીય મંત્રીમંડળમાં રવિવારે થનારા ફેરબદલને પગલે શુક્રવારે વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ રાજીનામું સોંપી દીધુ હતું. કર્નાટકના મુખ્યમંત્રી રહી ચૂકેલા 80 વર્ષીય કૃષ્ણાએ પ્રધાનમંત્રી મનમોહનને રાજીનામુ સુપરત કર્યુ હતું જેને વડાપ્રધાને સ્વીકારી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે રાજીનામુ આપ્યા બાદ એસ. એમ ક્રૃષ્ણાએ જણાવ્યું હતું કે તેઓ હવે પાર્ટી માટે સક્રિય રીતે કામગીરી કરશે નહીં, યુવાઓને તક મળવી જોઇએ. જ્યારે અન્ય કેબિનેટ મંત્રીયોએ પાર્ટીમાં રહીને સક્રીય કામગીરી કરવાનું જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
