મણિપુરઃ ચંદેલમાં મ્યાનમાર સીમા પર અસમ રાઈફલ્સના જવાનો પર હુમલો, અમુક જવાન શહીદ
મણિપુરના ચંદેલથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહીં અસમ રાઈફલ્સના જવાનો પર હુમલાની માહિતી છે.
મણિપુરના ચંદેલથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહીં અસમ રાઈફલ્સના જવાનો પર હુમલાની માહિતી છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ત્રણ જવાન હુમલામાં શહીદ થઈ ગયા છે. વળી, પાંચ જવાન ઘાયલ છે. આમાંથી ચાર અસમ રાઈફલ્સનો વધુ એક જવાન છે. ઘટના ભારત-મ્યાનમાર બૉર્ડર પાસે બની છે. ઉલ્લેખનીય છે કે ચંદેલ એ જ જગ્યા છે જ્યાં પાંચ વર્ષ પહેલા જૂન 2015માં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. એ હુમલામાં 17 જવાન શહીદ થઈ ગયા હતા.

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે 4 અસમ રાઈફલ્સની કોબરા પાર્ટી પર સ્થાનિક આતંકી સંગઠન પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)એ આઈઈડી બ્લાસ્ટમાં નિશાન બનાવ્યા છે. આતંકીઓ તરફથી ફાયરિંગમાં પણ કરવામાં આવી જેમાં ત્રણ જવાન ઘટના સ્થળે જ શહીદ થઈ ગયા છે. જ્યારે બાકી જવાનોને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા યુરોપિયન થિંક ટેન્ક તરફથી કહેવામાં આવ્યુ છે કે ચીન, મ્યાનમારના આતંકીઓને હથિયાર આપીને ભારતના નૉર્થ ઈસ્ટમાં મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે.












Click it and Unblock the Notifications
