For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર અમેરિકાએ કહ્યું- રાષ્ટ્ર અને સરકારના પ્રમુખ એ1 વિઝાના હકદાર

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 14 મે: ભાજપ નેતા નરેન્દ્ર મોદીને વિઝા આપવા પર ચુપ્પી યથાવત રાખતા અમેરિકાએ જણાવ્યું કે રાષ્ટ્ર અને સરકારના પ્રમુખ એ1 વિઝાના પાત્ર છે અને કોઇ વ્યક્તિ અમેરિકન વિઝા માટે પોતાની રીતે લાયક નથી હોતો.

વિદેશ મંત્રાલયની પ્રવક્તા જેન સાકીએ પત્રકારોને જણાવ્યું કે આઇએનએ હેઠળ રાષ્ટ્ર અને સરકારના પ્રમુખ એ1 વિઝા માટે પાત્ર છે. કોઇ વ્યક્તિ અમેરિકન વિઝા માટે પોતાની રીતે લાયક નથી હોતો. જેન સાકીને મોદીને વિઝા આપવાની સંભાવનાઓ અંગે પૂછવામાં આવ્યું. આની પર તેમનો જવાબ હતો કે અમેરિકન કાયદામાં રાષ્ટ્ર અને સરકારના પ્રમુખ સહિત વિદેશી સરકારના અધિકારીઓને કેટલીક 'પોટેંશિયલ ઇનએડમિસિબિલિટી'ના આધાર પર છૂ઼ટ છે.

અત્રે નોંધનીય છે કે એક્ઝિટ પોલના પરિણામોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોદીની પાર્ટી ભાજપ નેતૃત્વમાં એનડીએને બહુમત મળશે અને નેક્સ્ટ સરકાર તેમની બનશે. જેન સાકીએ મોદીના વિઝા મુદ્દા પર સવાલોનો સીધો જવાબ ના આપતા જણાવ્યું કે અમેરિકા નવી સરકારની સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

અમેરિકા વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ જણાવ્યું કે અમે વિઝા અરજીઓ પર વાત નથી કરતા. અમે, ચૂંટાયા બાદ નવી ભારત સરકારની સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ. પરંતુ હું કોઇ ક્યાસ નથી લગાવી રહી, હજી સુધી પરિણામોની જાહેરાત નથી થઇ. ભારતમાં સંપન્ન 16મી લોકસભા ચૂંટણીના પરિણામો 16 મેના રોજ જાહેર થવાના છે. વર્ષ 2005માં અમેરિકન વિદેશ મંત્રાલયે મોદીના વિઝા રદ કરી દીધા હતા. આ કાર્યવાહીનો આધાર વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો બાદ માનવાધિકારોના કથિત ઉલ્લંઘનને બતાવવામાં આવ્યું હતું.

અમેરિકાએ વારંવાર જણાવ્યું છે કે મોદીના સંબંધમાં તેમની ચાલતી આવતી વિઝા નીતિમાં કોઇ ફેરફાર નથી થયો, પરંતુ તેઓ (મોદી) વિઝા માટે અરજી કરી શકે છે તથા અન્ય અરજીકર્તાઓની જેમ પોતાની અરજીની સમીક્ષાની રાહ જોઇ શકે છે. ગયા વર્ષે મોદીની પેન્સિલવાનિયા વિશ્વવિદ્યાલયમાં એખ બેઠકને વીડિયો દ્વારા સંબોધિત કરવાની યોજના ભારતીય અમેરિકન પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓના વિરોધ બાદ રદ્દ કરી દેવામાં આવી હતી. જોકે ફેબ્રુઆરીમાં અમેરિકન રાજદૂત નેન્સી પાવેલે મોદી સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી અને વોશિંગ્ટને અચાનલ પલટી ખાઇને મોદીના બહિષ્કારની સમાપ્તિના સંકેત આપ્યા હતા. અમેરિકન અધિકારી ત્યારથી કહેતા રહ્યા છે કે ભારતમાં જે પણ વડાપ્રધાન તરીકે ચૂંટાઇને આવશે તેનું અમેરિકા સ્વાગત કરશે.

અમેરિકા વિદેશ મંત્રાલય

અમેરિકા વિદેશ મંત્રાલય

અમેરિકા વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ જણાવ્યું કે અમે વિઝા અરજીઓ પર વાત નથી કરતા. અમે, ચૂંટાયા બાદ નવી ભારત સરકારની સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ. પરંતુ હું કોઇ ક્યાસ નથી લગાવી રહી, હજી સુધી પરિણામોની જાહેરાત નથી થઇ.

અમેરિકન વિદેશ મંત્રાલય

અમેરિકન વિદેશ મંત્રાલય

અમેરિકા વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ જણાવ્યું ભારતમાં સંપન્ન 16મી લોકસભા ચૂંટણીના પરિણામો 16 મેના રોજ જાહેર થવાના છે. વર્ષ 2005માં અમેરિકન વિદેશ મંત્રાલયે મોદીના વિઝા રદ કરી દીધા હતા. આ કાર્યવાહીનો આધાર વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો બાદ માનવાધિકારોના કથિત ઉલ્લંઘનને બતાવવામાં આવ્યું હતું.

 નેક્સ્ટ સરકાર સાથે કામ કરવા આતુર

નેક્સ્ટ સરકાર સાથે કામ કરવા આતુર

અત્રે નોંધનીય છે કે એક્ઝિટ પોલના પરિણામોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોદીની પાર્ટી ભાજપ નેતૃત્વમાં એનડીએને બહુમત મળશે અને નેક્સ્ટ સરકાર તેમની બનશે. જેન સાકીએ મોદીના વિઝા મુદ્દા પર સવાલોનો સીધો જવાબ ના આપતા જણાવ્યું કે અમેરિકા નવી સરકારની સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

અમેરિકાનો એક જ આલાપ

અમેરિકાનો એક જ આલાપ

અમેરિકાએ વારંવાર જણાવ્યું છે કે મોદીના સંબંધમાં તેમની ચાલતી આવતી વિઝા નીતિમાં કોઇ ફેરફાર નથી થયો, પરંતુ તેઓ (મોદી) વિઝા માટે અરજી કરી શકે છે તથા અન્ય અરજીકર્તાઓની જેમ પોતાની અરજીની સમીક્ષાની રાહ જોઇ શકે છે.

English summary
America continues to maintain silence on Narendra Modi's visa status.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X