For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં PM મોદીની કેબિનેટ બેઠકમાં દેખાયું સોશિયલ ડિસ્ટેન્સિંગ

લૉકડાઉનમાં PM મોદીની કેબિનેટ બેઠકમાં દેખાયું સોશિયલ ડિસ્ટેન્સિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનના પહેલા દિવસે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રિમંડળની બેઠકમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું લાજવાબ ઉદાહરણ જોવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદીના આસપાસ મંત્રી એક સુરક્ષિત દૂરી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આ તસવીર ટ્વિટ કરી છે. તેમણે લખ્યું- સોશિયલ ડિસ્ટેન્સિંગ આજના સમયની જરૂરત છે. અમે આ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. શું તમે કરી રહ્યા છો?

પીએમની કેબિનેટ મિટિંગ

પીએમની કેબિનેટ મિટિંગ

પીએમ મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરતા કહ્યું હતું, "સોશિયલ ડિસ્ટેન્સિંગ કોરોનાવાયરસને ફેલાતા રોકવા માટે સૌથી મોટી અને પ્રભાવી રીત છે. ઘણા લોકો વિચારે છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગ માત્ર કોરોનાના દર્દીઓ માટે છે. આ ખોટું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ તમામ માટે છે. ખુદ પ્રધાનમંત્રી માટે પણ આ છે."

સોશિયલ ડિસ્ટેન્સિંગ દેખાયું

પીએમ નરેન્દ્ર મોદીના કોરોનાવાયરસના ખતરાને જોતા લૉકડાઉન કરવાની ઘોષણા બાદ બુધવારે દેશની 130 કરોડની જનતા ત્રણ અઠવાડિયા માટે સંપૂર્ણપણે લૉકડાઉનમાં રહેશે. પીએમ મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરતા કહ્યું, "આજે મધ્ય રાત્રીથી આખો દેશ લૉકડાઉન રહેશે. ભારતે ભારતના બધા નાગરિકને તમારા પરિવારને બચાવવા માટે... બધા જ રસ્તા બંધ કરી દેવામાં આવી રહ્યા છે. આગલા 21 દિવસ સુધી ઘરેથી નીકળવાની ભૂલ ના કરતા."

કોરોનાનો કહેર

કોરોનાનો કહેર

દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમણના મામલા વધીને બુધવારે 562 થઈ ગયા જ્યારે મૃતકોમાં એક વ્યક્તિને સંક્રમણ ના હોવાની વાત માલૂમ પડ્યા બાદ મૃતકોની સંશોધિત સંખ્યા ઘટીને નવ રહી ગઈ. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલ તાજા આંકડામાં જણાવ્યું કે દિલ્હીમાં જેમ બીજા વ્યક્તિનું મોત થયું તે કોવિડ-19થી સંક્રમિત નહોતો માટે ભારતમાં મૃતકની સંખ્યા ઘટીને નવ થઈ ગઈ છે.

CMની ચેતવણી, લૉકડાઉનના નિયમ તોડ્યા તો આપશે ગોળી મારવાનો આદેશCMની ચેતવણી, લૉકડાઉનના નિયમ તોડ્યા તો આપશે ગોળી મારવાનો આદેશ

English summary
amid lockdown social distancing has been seen in pm's cabinet meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X