CAA Protest પર અમિત શાહઃ કોંગ્રેસના નેતૃત્વવાળી ટુકડે-ટુકડે ગેંગને સબક શીખવવાનો સમય આવી ગયો છે

નાગરિકતા બિલ પર વધતા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવીને કહ્યુ કે દિલ્લીમાં હિંસા ફેલાવનારી કોંગ્રેસના નેતૃત્વવાળી ટુકડે ટુકડે ગેંગને સબક શીખવવાનો સમય આવી ગયો છે.

નાગરિકતા બિલ પર વધતા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવીને કહ્યુ કે દિલ્લીમાં હિંસા ફેલાવનારી કોંગ્રેસના નેતૃત્વવાળી ટુકડે ટુકડે ગેંગને સબક શીખવવાનો સમય આવી ગયો છે. અમિત શાહે દિલ્લીની જનતાને રાજધાનીમાં હિંસા ફેલાવનાર પક્ષોને આગામી વિધાનસભા ચૂંટણીમાં સબક શીખવવાની અપીલ કરી.

amit shah

તેમણે નાગરિકતા સુધારા કાયદા પર હિંસા ફેલાવનાર પાર્ટીઓ પર નિશાન સાધીને કહ્યુ કે કોંગ્રેસના નેતૃત્વવાળી દિલ્લીની ટુકડે ટુકડે ગેંગને સબક શીખવવાનો સમય આવી ચૂક્યો છે અને તેમને સબક શીખવાડવો જોઈએ. તેમણે કહ્યુ કે દિલ્લીમાં અશાંતિ માટે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વની ટુકડે-ટુકડે ગેંગ જવાબદાર છે. હવે આ સમય આવી ગયો છે કે તેમને દંડ આપવો જોઈએ. અમિત શાહે કોંગ્રેસને નાગરિકતા કાયદા પર લોકોને ગુમરાહ કરવા માટે દોષી ગણાવ્યા અને કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદા પર સંસદમાં ચર્ચા થઈ. કોઈ વિપક્ષી પાર્ટીઓએ કંઈ કહ્યુ નહિ પરંતુ સંસદથી બહાર આવ્યા બાદ આ લોકો જનતાને ગુમરાહ કરી રહ્યા છે.

વળી, તેમણે દિલ્લીની આમ આદમી પાર્ટીની સરકાર પર પણ હુમલો કર્યો. અમિત શાહે કહ્યુ કે લગભગ 60 મહિના થવા આવ્યા છે કેજરીવાલજીને મુખ્યમંત્રી બને પરંતુ આજ સુધી તેમના વચનો પૂરા થયા નથી. અમિત શાહે કહ્યુ કે આમ આદમી પાર્ટીની સરકારના વચનો હજુ પણ પૂરા થવાના નથી માત્ર જાહેરાત આપીને આ લોકો છેતરી રહ્યા છે. કેજરીવાલ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યુ કે દિલ્લીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલ નવી નવી વસ્તુ કરતા રહે છે. તેમણે કેજરીવાલ સરકારને વિકાસ વિરોધી ગણાવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X