For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારા 6 મહિના સુધી અમિત શાહ જ ભાજપા અધ્યક્ષ રહી શકે છે: સૂત્ર

અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યભાર સાંભળ્યા પછી હવે બધાની નજર ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી પર મંડાયેલી છે.

|
Google Oneindia Gujarati News

અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રીનો કાર્યભાર સાંભળ્યા પછી હવે બધાની નજર ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી પર મંડાયેલી છે. ભાજપના નવા અધ્યક્ષની રેસમાં ઘણા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, ભાજપ તાત્કાલિક નવા અધ્યક્ષની પસંદગી કરશે અથવા સંગઠનાત્મક ચૂંટણીઓ સુધી તેને ટાળશે, તેના વિશે આગામી થોડા દિવસોમાં નિર્ણય નક્કી થઇ જશે. આ દરમિયાન કેટલાક સૂત્રો ઘ્વારા માહિતી આવી રહી છે કે અમિત શાહ આગામી 6 મહિના માટે બીજેપી અધ્યક્ષ તરીકે કામ ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો: બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે?

આવતા 6 મહિના સુધી અમિત શાહ જ ભાજપા અધ્યક્ષ રહી શકે છે: સૂત્ર

આવતા 6 મહિના સુધી અમિત શાહ જ ભાજપા અધ્યક્ષ રહી શકે છે: સૂત્ર

જણાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ ગુરુવારે તમામ રાજ્ય પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક કરશે અને સંગઠનાત્મક ચૂંટણીઓની પ્રક્રિયા પણ શરૂ થશે. આ મીટિંગમાં, ચૂંટણી તારીખો અને સભ્યપદ વિશે ચર્ચા થશે. પાર્ટીના એક નેતા અનુસાર આ ચૂંટણી અનેક મહિના સુધી જઈ શકે છે. તેમના મતે, આ ચૂંટણી ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં ખેંચી શકાય છે.

હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે

હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે

સૂત્રો અનુસાર આવનારા થોડા જ મહિનાઓમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે તેવી સ્થિતિમાં પાર્ટી નથી ઇચ્છતી કે અમિત શાહ અધ્યક્ષની જવાબદારી છોડે. પરંતુ તેની સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રાલય સાથે પાર્ટી અધ્યક્ષની જવાબદારી નિભાવવી ઘણી મુશ્કિલ છે.

મોદી સરકારમાં અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા

મોદી સરકારમાં અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા

ભાજપા અધ્યક્ષ તરીકે અમિત શાહનો કાર્યકાલ આ વર્ષના શરૂઆતમાં જ પૂરો થઇ ગયો હતો. પરંતુ પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી સુધી તેમને પોતાના પદ પર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાના દમ પર 303 સીટો પર જીત મેળવી હતી.

English summary
Amit Shah can remain BJP president for next 6 months: Source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X