અમિત શાહે ઉત્તરપ્રદેશમાં બૂથ કમિટી રચનાનો નિર્દેશ આપ્યો

ભાજના રાજ્ય મુખ્યાલય ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી ઉપરાંત સંગઠનના મંત્રી અને ભાજયુમોની નવી રચાયેલી પદાધિકારીઓની ટીમ પણ સામેલ હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના બંને સહપ્રભારી પણ હાજર રહ્યા હતા.
આ બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તા વિજય બહાદુર પાઠકે જણાવ્યું કે સમગ્ર પ્રદેશમાં પાર્ટીના સંગઠનાત્મક કાર્યને ગતિ આપવા ઉત્તર પ્રદેશે વધારે દબાણ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 90 ટકા એકમોની રચના કરી લેવામાં આવી છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં આવેલા પૂરને કારણે ત્યાંની માહિતી મળી શકી નથી.
શાહે યુવા મોરચાને સંબોધિત કરતા જણાવ્યું કે યુવા સભ્યોએ વધારે લોકોને પાર્ટી સાથે જાડવાનો પ્રયાસ કરવો જોઇએ. નવા સભ્યોના મનમાં જે વિચાર કે પ્રશ્નો ઉભા થશે તેનું સમાધાન કરવામાં આવે. પાર્ટીના નેતાઓ જવાબદારીથી બચવાને બદલે જવાબ આપવાને મહત્વ આપે.












Click it and Unblock the Notifications
