રાજ્યસભામાં અમિત શાહઃ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય, NRC આખા દેશમાં લાગુ થશે

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે અને ક્યાંય પણ કર્ફ્યુ જેવી સ્થિતિ નથી.

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે અને ક્યાંય પણ કર્ફ્યુ જેવી સ્થિતિ નથી. કાશ્મીરની સ્થિતિ વિશે વિપક્ષ તરફથી ઉઠાવાયેલ સવાલનો જવાબ આપતા શાહે કહ્યુ કે આર્ટિકલ 370 હટ્યા બાદથી કાશ્મીરમાં કોઈ પણ નાગરિકનુ પોલિસની ગોળીથી મોત નથી થયુ. વળી, પત્થરમારાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે.

કાશ્મીરમાં પોલિસ ફાયરિંગમાં કોઈ મોત નહિ

કાશ્મીરમાં પોલિસ ફાયરિંગમાં કોઈ મોત નહિ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ કહ્યુ, કાશ્મીરની સ્થિતિ સામાન્ય છે. દેશ સામે જણાવવા ઈચ્છુ છુ કે 5 ઓગસ્ટ બાદ જમ્મુ કાશ્મીરમાં એક પણ વ્યક્તિનુ પોલિસ ફાયરિંગમાં મોત નથી થયુ. વળી, 144 હેઠળ લગાવાયેલ બધા પ્રતિબંધો બધા 195 પોલિસ સ્ટેશનમાંથી હટાવી લેવામાં આવ્યા છે. વળી, પત્થરમારાની ઘટનાઓ પણ 5 ઓગસ્ટ બાદ ઘટી ગઈ છે.

ઈન્ટરનેટ ચલાવવા અંગે હજુ કોઈ પણ નિર્ણય નહિ

ઈન્ટરનેટ ચલાવવા અંગે હજુ કોઈ પણ નિર્ણય નહિ

ઈન્ટરનેટ ચલાવવા અંગે ગૃહમંત્રીએ કહ્યુ, હું માનુ છુ કે ઈન્ટરનેટ જલ્દી ચાલુ કરવુ જોઈએ પરંતુ જ્યારે દેશની સુરક્ષાનો સવાલ હોય તો પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. જ્યારે પ્રશાસનને યોગ્ય લાગશે ત્યારે આના પર વિચાર કરશે. આરોગ્ય સેવાઓ પર શાહે કહ્યુ, જમ્મુ કાશ્મીરમાં દવાઓ પૂરતી ઉપલબ્ધ છે, હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં લોકો ઓપીડીમાં આવી રહ્યા છે. ક્યાંય પણ આરોગ્ય સંબંધિત સેવાઓમાં કોઈ મુશ્કેલી નથી.

ઘાટીમાં બધી શાળાઓ ચાલુ છે

ઘાટીમાં બધી શાળાઓ ચાલુ છે

શાળાઓ બંધ હોવા અંગે શાહે રાજ્યસભામાં જણાવ્યુ કે બધી 20 હજાર 411 શાળાઓ ખુલ્લી છે. પરીક્ષા વ્યવસ્થિત રીતે થઈ રહી છે. 11માં ધોરણના 50 હજાર 537 વિદ્યાર્થીઓમાંથી 50 હજાર 272 એટલે કે 99.48 ટકા છાત્રોએ પરી7 આપી છે. 10માં અને 12માં ધોરણના 99.7 ટકા છાત્રોએ પરીક્ષા આપી છે. જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત રાજ્યમાં વહેંચી દીધા બાદ 5 ઓગસ્ટથી કાશ્મીર ઘાટીમાં ઘણા પ્રકારના પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. આ અંગે વિપક્ષે સવાલ કર્યા છે. જેના પર ગૃહમંત્રીએ જવાબ આપ્યો. સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. સંસદનુ શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થયુ છે. આ સત્ર 13 ડિસેમ્બર સુધી ચાલશે.

એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે

એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે

અમિત શાહે રાજ્યસભામાં કહ્યુ કે એનઆરસી (ભારતીય રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) માં ભારતના બધા લોકોને શામેલ કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ ધર્મના હોય. આ નાગરિકતા સંશોધન બિલથી અલગ છે. તેમણે કહ્યુ કે હિંદુ, સીખ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અને પારસી શરણાર્થીઓને નાગરિકતા મળી જશે. એટલા માટે તો બિલમાં સુધારાની જરૂર હતી. જેથી જે શરણાર્થીઓને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના કારણે ભેદભાવનો સામનો કરવો પડે છે તેમને ભારતીય નાગરિકતા મળી શકે. એનઆરસીમાં એવી કોઈ જોગવાઈ નથી જે એમ કહે કે આના હેઠળ કોઈ અન્ય ધર્મને ન લેવાય. ભારતના બધા નાગરિક ભલે તે કોઈ પણ ધર્મના હોય,એનઆરસી યાદીમાં શામેલ થશે. એનઆસી નાગરિકતા સુધારા બિલથી અલગ છે. જે લોકોના નામ એનઆરસીમાં નથી તેમની પાસે ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. આખા અસમમાં ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે ટ્રિબ્યુનલમા જવા માટે પૈસા ન હોય તો અસમ સરકાર વકીલ માટેના પૈસા પણ ભોગવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X